તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:IT વિભાગના અધિકારીઓએ PPE કિટ પહેરી પોપ્યુલર બિલ્ડર પર રેડ કરી, 14 બેન્ક લોકર અને કોમ્પ્યુટર-લેપટોપનો ડેટા સીલ

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
PPE કિટ પહેરીને પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલની ઓફિસમાં રેડ કરી રહેલા આવકવેરા વિભાગના અધિકારીઓ - Divya Bhaskar
PPE કિટ પહેરીને પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલની ઓફિસમાં રેડ કરી રહેલા આવકવેરા વિભાગના અધિકારીઓ
 • ભરત પટેલની માલિકીના ખાનગી એડ્રેસ ઉપર ડોક્યુમેન્ટનો ઢગલો મળી આવ્યો
 • લક્ષ્મણ વેકરીયા, અંકિત પ્રજાપતિ અને પરસોતમ પંડ્યાને ત્યાં પણ તપાસ
 • 16 ઓગસ્ટે પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા બિલ્ડર રમણ પટેલ

આજે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ IT વિભાગની ટીમ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરને ત્યાં રેડ કરવામાં આવી છે. IT વિભાગે અંદાજે 27 જગ્યા પર રેડ કરી છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગે પોપ્યુલર ગ્રુપના ત્રણ ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા છે. જેના પર હાલ તપાસ ચાલી રહી છે. જો કે આ ત્રણ ખાનગી એડ્રેસ અંગે આવકવેરા વિભાગ મૌન સેવી રહ્યું છે. પોપ્યુલર ગ્રુપના 14 બેન્ક લોકર અને કોમ્પ્યુટર અને લેપટોપમાં રહેલો ડેટા સીલ કરવામાં આવ્યો છે. રેડના સમાચાર ફેલાતાં અન્ય બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.

ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ટેમ્પરેચર પણ માપ્યું હતું.
ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ ટેમ્પરેચર પણ માપ્યું હતું.

અધિકારીઓએ પ્રથમવાર PPE કિટ પહેરીને રેડ કરી
આ રેડની જો સૌથી ધ્યાન ખેંચનારી બાબત હોય તો તે PPE કિટ પહેરીને રેડ કરવા પહોંચેલા અધિકારીઓ હતા. કોરોનાની મહામારીને કારણે આવકવેરા વિભાગના અધિકારીઓએ પોતાની તથા અન્ય સલામતી માટે પ્રથમવાર PPE કિટ પહેરીને રેડ કરી છે. આ અધિકારીઓએ PPE કીટ પહેરીને અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના 27 સ્થળે દરોડા પાડ્યા હતા.

રમણ પટેલ સાથે કનેક્શન ધરાવતા ત્રણ મોટા માથાને ત્યાં પણ તપાસ
પોપ્યુલર ગ્રુપના કુલ 27 સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં રોકડ અને ઝવેરાતની શોધખોળ ચાલી રહી છે. આ તપાસના અંતે કરોડોની બિનહિસાબી આવક મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોપ્યુલર ગ્રુપ સાથે કનેકશન ધરાવનાર ત્રણ મોટા માથા એવા લક્ષ્મણ વેકરીયા,અંકિત પ્રજાપતિ અને પરસોતમ પંડ્યાને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ભરત પટેલની માલિકીના ખાનગી એડ્રેસ ઉપર ડોક્યુમેન્ટનો ઢગલો મળી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપ બાદ દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સવારે 5:30 વાગ્યાથી IT વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ છે. શહેરમાં ઘણા સમય બાદ ફરી IT વિભાગે બિલ્ડોરોને ઝપેટમાં લીધા છે. આઈટી વિભાગ તેમજ પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનમાં અંદાજે 25 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદનું પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું હતું.

વસ્ત્રાપુર પોલીસમાં પોપ્યુલર ગ્રુપ બિલ્ડર રમણ પટેલ, પુત્ર મૌનાંગ અને પત્ની મયૂરિકાબહેન સામે પુત્રવધૂએ ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુર પોલીસમાં પોપ્યુલર ગ્રુપ બિલ્ડર રમણ પટેલ, પુત્ર મૌનાંગ અને પત્ની મયૂરિકાબહેન સામે પુત્રવધૂએ ફરિયાદ નોંધાવી છે.

આ પેઢીઓ પર સર્ચ

 • સાવન ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • દશરથ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • સુદામા ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • ક્રિનેશ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શાલીમાર ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શાંતિ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શાનદાર ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શીતલ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શિવા ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • શ્રીપદ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • સરિતા ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ
 • પોપ્યુલર રિયાલિટી
 • પાયોનિયર ઇન્ફ્રા. લિમિટેડ
 • પોપ્યુલર એસ્ટેટ મેનેજમેન્ટ લિમિટેડ
 • પોપ્યુલર ક્લબ્સ એન્ડ રિસોર્ટસ લિમિટેડ
 • પોપ્યુલર પાર્ક
 • હર્બલ કુટીર
 • ન્યુ યોર્ક ટાવર
 • પોપ્યુલર હાઉસ, સિંધુ ભવન રોડ
 • પુષ્પક બંગલોઝ
 • વિનસ વેનેસિયા
 • 18/392 સત્યાગ્રહ છાવણી સેટેલાઇટ
અધિકારીઓએ કોથળા ભરી દસ્તાવેજ જપ્ત કરી સેનિટાઈઝ કર્યા હતા.
અધિકારીઓએ કોથળા ભરી દસ્તાવેજ જપ્ત કરી સેનિટાઈઝ કર્યા હતા.

દસ્તાવેજોનાં આટલા પોટલા જોઈ IT સ્તબ્ધ
પોપ્યુલર ગ્રૂપને આઈટીના દરોડા અંગે શંકા હતી. તેથી બિલડર રમણ પટેલે તેમના અંગત વિશ્વાસુ અને કેરિયર ભરત પટેલના સેટેલાઈટ ખાતે આવેલા ફ્લેટમાં બે નંબરી દસ્તાવેજો સંતાડી દીધા હતા. પરંતુ ઈન્કમટેક્સ વિભાગને આ માહિતી મળી ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજો ભરેલા પોટલાં જોઈને ઈન્કમટેક્સના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

કરોડોની કિંમતના દાગીના પણ સર્ચમાં મળ્યાં
દરોડામાં અધિકારીઓને મોટી સંખ્યામાં બે નંબરના દસ્તાવેજ સાથે મોટી સંખ્યામાં રોકડ, દાગીના અને ડિજિટલ ડેટા મળી આવ્યા છે. આ ઉપરાંત અધિકારીઓને જુદી જુદી બેંકોમાં રાખેલા 14 લોકર પણ મળી આવ્યા છે. જ્યારે આ લોકર ખોલવામાં આવશે ત્યારે તેમાંથી મોટી સંખ્યામાં દાગીના અને રોકડ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

પુત્રવધૂ દ્વારા મારામારી-ત્રાસની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા રમણ પટેલ
16 ઓગસ્ટે રમણ પટેલની પુત્રવધૂએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, જજીસ બંગલા રોડ પર આવેલા દીપ ટાવરમાં રહેતી ફિઝુના લગ્ન સેટેલાઈટમાં રહેતા પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણભાઇ પટેલના દીકરા મૌનાંગ સાથે થયા હતા. 1 ઓગસ્ટે તેમની દીકરી આર્યાનો જન્મ દિવસ હોવાથી પરિવારના સભ્યો, ફિઝુની માતા જાનકીબહેન - પિતા મુકેશભાઇ પટેલ ભેગાં થયાં હતાં. રાતે 11 વાગ્યે ફિઝુ અને જાનકીબહેન બેઠક રૂમમાં બેઠાં હતાં. થોડીવાર પછી ફિઝુનાં સાસુ - સસરા ફિઝુ અને જાનકીબહેનને બધાની વચ્ચે કહેવા લાગ્યા હતા કે ‘તું પિયરમાંથી કંઈ લાવી નથી. તે પૈસા જોઈને અમારા દીકરી સાથે લગ્ન કર્યા છે, તમે બંને મા-દીકરી લૂંટારીઓ છો, એમ કહીને રમણભાઇએ મૌનાંગને કહ્યું હતું કે લાત મારીને કાઢી મૂક આ લોકોને ઘરમાંથી. જ્યારે મુકેશભાઇએ કહ્યું હતું કે આ મા-દીકરીને મારો તો જ સીધી થશે એમ કહેતાં બધાંએ ભેગા મળી ફિઝુ અને જાનકીબહેન સાથે ઝઘડો કર્યો હતો, રાતે 3 વાગ્યે મુકેશભાઇ અને મૌનાંગ ગેસ્ટ રૂમમાં આવ્યા હતા. જ્યારે મૌનાંગે ફિઝુને 6થી 7 લાફા મારી દીધા હતા તેમ જ મોઢા અને નાક ઉપર ફેંટો મારી હતી.

16 ઓગસ્ટે રમણ પટેલની પુત્રવધૂ ફિઝુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
16 ઓગસ્ટે રમણ પટેલની પુત્રવધૂ ફિઝુએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પુત્રવધૂને ફોડવા બિલ્ડર રમણ પટેલે મોકલેલા રોકડા અઢી કરોડ રૂપિયા જપ્ત
27 ઓગસ્ટે સમાધાન કરવા બિલ્ડર રમણ પટેલના કહેવાથી દશરથ પટેલ અને તેમના પુત્ર વિરેન્દ્ર પટેલે ફરિયાદી ફિઝુ પટેલની માસીને આપેલા રૂપિયા અઢી કરોડ ક્રાઈમ બ્રાંચે જપ્ત કર્યા હતા. આ કેસમાં સમાધાન કરવા માટે પોપ્યુલર બિલ્ડર્સ પરિવારે ફરિયાદીનો સંપર્ક કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પતિ મૌનાંગ પટેલ અને સસરા રમણ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. કોર્ટમાં આ કેસના ફરિયાદી એફિડેવિટ કરે તો તેમને જામીન મળી શકે એ માટે આ કારસો રચાયો હતો. રમણ પટેલના કહેવાથી દશરથ પટેલ અને તેમનો પુત્ર વિરેન્દ્ર પટેલ નિમાબેનના ઘરે ગયા હતા અને તેમને એફિડેવિટ માટે રૂ. અઢી કરોડ આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે નિમાબેનના નવરંગપુરાસ્થિત સૌમ્ય ફલેટ પરથી રકમ જપ્ત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્રને ભાસ્કરને જણાવ્યું હતું કે ફરિયાદી એફિડેવિટ કરી કેસને નબળો પાડવા આ રકમ મોકલાઈ હતી.

ધરપકડથી બચવા પિતા-પુત્ર અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતા
ફિઝુએ ફરિયાદ નોંધાવી હોવાની જાણ થતાં રમણભાઇ, મયૂરિકાબહેન અને મૌનાંગ અંડરગ્રાઉન્ડ થઇ ગયાં હતાં. પોલીસે તેમને પકડવા ટીમો બનાવી હતી. જ્યારે તેમના બંગલા, ઓફિસ, ફાર્મ હાઉસ તેમજ સગાં-સંબંધીઓનાં ઘરે પણ તપાસ શરૂ કરી હતી.

સિંધુ ભવન રોડ પર વૈભવી ઓફિસ છે
મૌનાંગ સિંધુ ભવન રોડ પર એસબીઆર ફૂડ કોર્ટ ધરાવે છે, જેના ભાડાની મહિને લાખોની આવક છે. તેની બાજુમાં મૌનાંગની વૈભવી ઓફિસ આવેલી છે. આ ઓફિસ કોઇ ઉદ્યોગપતિની ઓફિસને પણ ટક્કર મારે એટલી વૈભવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો