નવી સુવિધા:અમદાવાદ એરપોર્ટ પર વહેલા આવનાર મુસાફરોને હવે મુશ્કેલી નહીં થાય, 20 દિવસમાં તૈયાર થઈ જશે સ્લીપિંગ પોડ હોટેલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મીની હોટલમાં 10 રૂમ તૈયાર કરવામાં આવશે

અમદાવાદ એરપોર્ટ પર હવે ફ્લાઇટ પકડવા માટે વહેલા એરપોર્ટ પર પહોંચી જતાં પ્રવાસીઓ માટે આરામ કરવા બેસી રહેવાનો વારો નહિ આવે. કારણ કે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને આરામ કરવા માટે ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ બહારના ભાગમાં સ્લીપિંગ પોડ હોટેલ તૈયાર કરવામાં આવી રહી છે.

પ્રવાસીઓના આરામ માટે હોટેલ બનાવવાની કામગીરી શરૂ
અમદાવાદ એરપોર્ટ દેશભરનાં વ્યસ્ત એરપોર્ટ પૈકી એક છે. ત્યારે અહીં રાજ્યભરમાંથી અન્ય રાજ્યમાં હવાઈ મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ પર આવતા હોય છે. કેટલીકવાર લાંબા અંતરથી આવતા પ્રવાસીઓને વહેલા એરપોર્ટ પર આવવું પડે છે. આ સ્થિતિમાં પ્રવાસીઓ કોઈ વિકલ્પ ન હોવાના કારણે અમદાવાદ એરપોર્ટ પર રઝળી પડવાનો વારો આવે છે. જેના કારણે એરપોર્ટ ઓથોરિટીએ ડોમેસ્ટિક એરપોર્ટ પ્રવાસીઓને આરામ મળી રહે તે માટે સ્લીપિંગ પોડ હોટેલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પ્રવાસીઓ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે.

આગામી 15-20 દિવસોમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે
હાલ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરના એરાઈવલ પાસેના ભાગમાં સ્લીપિંગ પોડ હોટેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આગામી 15-20 દિવસોમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. એસ.એસ મટેરીયલ્સથી તૈયાર કરવામાં આવી રહેલ મીની હોટલમાં 10 રૂમ તૈયાર કરવામાં આવશે. જેમાં યાત્રિકો આરામદાયક અનુભવ કરી શકશે. જોકે હજુ સુધી તેની કિંમત નક્કી કરવામાં નથી આવી

અગાઉ પ્રવાસીઓ માટે ખાસ બોક્સ જેવી ચેર તૈયાર કરી હતી

અગાઉ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર અંદરના ભાગે પોડ બનાવવામાં આવ્યા હતા. જેમાં પ્રવાસીઓ માટે ખાસ બોક્સ જેવી ચેર તૈયાર કરી હતી. જેમાં પ્રવાસીઓ અંદર આરામ કરી શકતા. પરંતુ હવે ડોમેસ્ટિક એરપોર્ટના બહારના ભાગે સ્લીપિંગ પોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આગામી શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ, ન માત્ર યાત્રિકો પરંતુ તેમના પરિજનો માટે પણ ઉપયોગી સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...