નવરાત્રિ:પહેલા નોરતે ગરબા ઓછા, સેલ્ફી અને નાસ્તા લોકોની પસંદ રહી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સફલ પરિસર, સાઉથ બોપલ. - Divya Bhaskar
સફલ પરિસર, સાઉથ બોપલ.
  • સોસાયટીમાં વાજતે ગાજતે ગરબાની શરૂઆત તો થઇ પણ પહેલા દિવસે માત્ર ગણતરીના લોકો ગરબા રમતા જોવા મળ્યા

નવરાત્રિની શરૂઆતના પહેલા દિવસે સોસાયટીમાં ગરબાની શરૂઆત તો થઇ પણ પહેલા દિવસે માત્ર માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા પણ જો ગરબાની વાત કરીએ તો પહેલા દિવસે માત્ર જૂજ લોકો ગરબા રમતા જોવા મળ્યા. મેમ્બર્સ નીચે તો આવ્યા પણ માત્ર આરતી અને નાસ્તો કરીને પોતના ગ્રૂપ સાથે સેલ્ફી પડાવતા નજરે પડ્યા. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા માત્ર સોસાયટી અને શેરી ગરબાને મંજુરી મળતા સોસાયટીમાં પાર્ટી પ્લોટની ફિલિંગ મળી રહે તે માટે મોટા પ્રમાણમાં આયોજન કરવામા આવ્યા છે.

શહેરનાં નરોડા, નિકોલ, ઓઢવ, હાથીજણ, ઈસનપુર, નિકોલ અને ખાડિયાની દેસાઈની પોળમાં લોકો ઘરની બહારતો આવ્યા પણ માત્ર આરતી અને નાસ્તો કરીને પોતના ગ્રૂપ સાથે સેલ્ફી પડાવતા નજરે પડ્યા.

અન્ય સમાચારો પણ છે...