તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત:પહેલાં 4 હજાર કેસ થતાં 45 દિવસ લાગ્યા, હવે માત્ર 6 દિવસમાં 4115 કેસ આવ્યા, હજુ પણ કેસ વધી શકે છે

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1200 બેડ સિવિલના 1 હજાર બેડ અને 100 ખાનગી હોસ્પિટલના 3945માંથી 3201 બેડ ભરાઈ ગયા
 • SVPમાં 500 બેડ, જરૂર પડે સંપૂર્ણ કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવાશે
 • કિડની-કેન્સર હોસ્પિટલ બાદ વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
 • સોલા સિવિલના 450માંથી 169 બેડ ભરાયા, 50 ઓક્સિજન પર

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 798 કેસ નોંધાયા છે. 10 દિવસથી રોજે રોજ કેસની સંખ્યા 600 ઉપર અને છેલ્લા બે દિવસથી 700થી વધુ આવી રહી છે. શહેરમાં 17 માર્ચ 2020ના રોજ કોરોનાનો પહેલો કેસ નોંધાયા પછી કેસનો આંક 4 હજાર સુધી પહોંચવામાં 45 દિવસ લાગ્યા હતા. પરંતુ છેલ્લા 4 હજાર કેસ એપ્રિલના 6 દિવસમાં જ આ‌વી ગયા છે. 1થી 6 એપ્રિલ સુધીમાં 4115 કેસ નોંધાયા છે. હજુ પણ કેસનો આંકડો વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 7 દર્દીના મૃત્યુ પણ થયા હતા.

સોલા સિવિલમાં 50 લોકો ઓક્સિજન પર
માર્ચથી જ કેસમાં વધારાની શરૂઆત થઈ જવા સાથે પરિસ્થિતિ ગંભીર બની છે. કોરોનાની સારવાર કરતી શહેરની 100 ખાનગી હોસ્પિટલના 3945માંથી હવે માત્ર 744 બેડ ખાલી છે. જ્યારે 4 કોવિડ સેન્ટરના 239 બેડમાંથી 80 દાખલ છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં પણ 1 હજાર બેડ ભરાઈ ગયા છે. સોલા સિવિલમાં પણ 450 બેડમાંથી 169 બેડ પર દર્દી દાખલ છે. જેમાંથી 50 ઓક્સિજન પર છે.

એરપોર્ટમાં 1 એપ્રિલ સુધીમાં 10 પેસેન્જર પોઝિટિવ આવ્યા
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલના એરાઈવલ એરિયામાં 1 એપ્રિલથી અત્યાર સુધી કરવામાં આવેલા 2056 આરટીપીસીઆર ટેસ્ટમાંથી 10 પેસેન્જર પોઝિટિવ આવ્યા છે. આમાંથી કેટલાકને હોસ્પિટલમાં ખસેડાયા છે.

ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટા ફરી શરૂ કરવા અંગે કોઈ નિર્ણય નહીં
એસવીપી હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવાના મામલે મ્યુનિ.એ સ્પષ્ટતા કરી છે કે, હાલ અહીં 500 બેડ છે, જે પૂરતાં પ્રમાણમાં છે. જો જરૂર પડશે તો એસવીપી હોસ્પિટલને સંપૂર્ણપણે કોવિડ હોસ્પિટલમાં ફેરવી શકાય છે. ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.નો ક્વોટા ફરી શરૂ કરવા અંગે અધિકારીઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

સમરસ હોસ્ટેલ ફરી કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ થશે, 250 બેડની વ્યવસ્થા
શહેરમાં કોવિડ કેર સેન્ટર તરીકે બંધ કરેલી સમરસ હોસ્ટેલને ફરીથી કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરવાની મ્યુનિ.ની તૈયારી છે. અહીં 250થી વધુ બેડની વ્યવસ્થા થશે. સમરસ હોસ્ટેલ ખાતે અગાઉ 1 હજાર કોરોના પોઝિટિવને રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોકે બાદમાં કેસો ઓછા થતાં હોસ્ટેલ બંધ કરવામાં આવી હતી.

22 વિસ્તારો માઇક્રો કન્ટેઈનમેન્ટમાં

 • ગોકુલ રેસિડન્સી,વટવા
 • પ્રથમ લક્ઝૂરિયા,લાંભા
 • આઇએલએફએસ,પીપળજ
 • ગાલા ગાર્ડનિયા,સાઉથ બોપલ
 • ગ્રીન એકર્સ,પ્રહલાદનગર
 • સત્યદિપ હાઇટ્સ,જોધપુર
 • શ્રીનંદનગર-2,વેજલપુર
 • સ્વયંમ શક્તિ ફ્લેટ,વેજલપુર
 • આનંદ મંગલ ફ્લેટ,વેજલપુર
 • સૌભાગ્ય એપાર્ટમેન્ટ,થલતેજ
 • દેવ કુટિર-3,થલતેજ
 • પ્લેઝર વિલા-2,થલતેજ
 • વેનેટિઅન વિલા,થલતેજ
 • જય અદિતિ પાર્ક,ચાંદલોડિયા
 • સારથી રેસિડેન્સી,વસ્ત્રાલ
 • વિક્ટોરિયા એવન્યુ,નિકોલ
 • સ્વપ્નિલ રેસિડેન્સી,નિકોલ
 • ઉદ્ધવ નગર,જૂનાવાડજ
 • સૂર્યલોક ટાવર,જૂનાવાડજ
 • શ્વેતલ સોસા,ગુલબાઇ ટેકરા
 • આશ્રય-10,રાણીપ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો