તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂખનું દુઃખ:અમદાવાદથી વતન જવા આતુર પરિવારના બાળકો ભૂખ્યાં-તરસ્યા, કોઈએ આપેલા બિસ્કિટ પાણી સાથે ખાવા પડ્યાં

10 મહિનો પહેલા

કોરોનાનો કહેર અને તેની સાથે હવે ભૂખ અને મજબૂરીએ લોકોની સ્થિતિ દયનીય બનાવી દીધી છે. આ ભૂખ જ ખૂબ ભૂંડી ચીજ છે, જે માનવને દાનવ પણ બનાવી શકે છે. ‘બેફામ’નો એક શેર છે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ગત એપ્રિલમાં બિહારના નાલંદા જિલ્લામાં એક સગીરને ભૂખથી તડપી રહેલી માતાના ભોજન માટે ચોરી કરવા બદલ જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જજને આ વાત અંગે જાણ થતા આરોપીને સજાની જગ્યાએ રાશન આપીને તેની માતા માટે કપડા આપ્યા હતા. હાલ દરેક શહેર અને ગામમાં વસતા ગરીબોની આ જ સ્થિતિ છે.

હાથીજણ સર્કલ રિંગરોડથી જતા રસ્તા પર ભૂખ્યા બાળકોએ પાણી સાથે બિસ્કિટ ખાધા
ખાસ કરીને ભારતના ભવિષ્ય એવા બાળકોની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. જો કે કેટલીક સમાજ સેવી સંસ્થાઓ અને લોકો બાળકોની આંતરડી ઠારી રહ્યાં છે. આજે હાથીજણ સર્કલ રિંગરોડથી જતા રસ્તા પર આવેલી સૈયદ હોટેલ પર તો તાળા લાગેલા છે.પરંતુ અહીં પરપ્રાંતીય પરિવાર બાળકો સાથે બેઠોહતો. જેમને તરસ અને ભૂખ બન્ને લાગી હતી. આમ તો તેઓએ લોકડાઉન હોવાથી ઉજ્જડ ભાસતા રસ્તે નજર તો કરી પણ કોઈ જોવા ના મળ્યું.પરંતુ થોડીવારમાં કોઈની તેમના પર નજર પડી અને તેમના બાળકોને બિસ્કિટ આપ્યા હતા. બાળકો ભૂખ્યા હતા એટલે બિસ્કિટ તો ખાવા લાગ્યા હતા પણ તકલીફ એટલી હતી કે કોરા બિસ્કિટ ગળે ના ઉતરતા તેમણે પાણી સાથે બિસ્કિટ ખાવા પડ્યાં હતા.

વતન જવાની આશમાં પરિવાર નરોડા જવા નીકળ્યો 
આ પરિવારને બાળકો સાથે પોતાના વતન જવું છે ભૂખ, મજબૂરી અને રૂપિયા એમ તમામે તેમને ઘેર્યા છે.આખરે કોઈએ તેમને કહ્યું નરોડા આસપાસથી બસ ઉપડશે અને આ પરિવાર ચાલી નીકળ્યો છે. આ ગરીબોને હજુ કેટલી તકલીફ સહન કરવી પડશે તેનો કોઈ અંદાજ નથી. હાલ લોકડાઉન 3.0 તમામ દુકાનો બંધ છે અને લોકો 52 દિવસથી ઘરમાં પુરાયેલા છે જ્યારે મજબૂર લોકો રસ્તા પર છે. તેવામાં કોણ કોને મદદ કરે અને કઈ રીતે કરે તેના પર પ્રશ્નાર્થ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો