તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન લેવા યુવાઓની અપીલ:રાજ્યના યુવાઓ વેક્સિન લેવા આતુર, કહ્યું-વેક્સિન લઈ લઈશું તો આપણે કોરોનાને ફાઇટ આપી શકીશું

જિજ્ઞશ કોટેચા, આનંદ મોદી5 મહિનો પહેલા

કોરોનાની બીજી લહેરમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામને અસર થઈ છે, જેને લઇને હવે સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દરરોજ 150થી વધુ મોત અને 14 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેમજ ઓક્સિજન, ઈન્જેક્શન અને બેડ વિના દર્દીઓ ટળવળી રહ્યા છે. જો આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો વેક્સિન...વેક્સિન...વેક્સિન સિવાય કોઈ ઈલાજ નથી. DivyaBhaskar વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં આજે યુવાઓનાં મંતવ્યો લેવાયાં છે.

યુવાઓ વેક્સિન લેવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વેક્સિનેશન શરૂ થયાને 3 મહિના જેટલા સમય વીત્યા બાદ અગાઉ જે લોકોએ વેક્સિન લીધી છે એમાં કોઈ આડઅસર જોવા મળી નથી, જેથી યુવાઓએ વેક્સિન પર ભરોસો રાખીને વેક્સિન લેવાનું પસંદ કર્યું છે.

રાજકોટની યુવતી ધ્રુવી વોરાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના માટે વેક્સિનેસન શરૂ થઈ ગયું છે, જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ વેક્સિન લીધી છે અને હવે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરનાને વેક્સિન આપવાની છે ત્યારે તેઓ પણ આ વેક્સિન અચૂક લેશે અને અન્ય લોકોને અપીલ પણ કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશનનું ગુજરાતી રસીકરણ થાય છે અને બન્ને શબ્દને છૂટા પાડીએ તો રસી અને કરણ જેમાં કરણનો અર્થ થાય છે કવચ તો બધા લોકો આ રસીનું કવચ અચૂક પહેરવું જોઇએ.

લોકોએ ગભરાયા વિના વેક્સિન લેવી જોઈએ
અમદાવાદના કુશ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને હમણાં જ 18 વર્ષ પૂર્ણ થયાં છે અને સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવાનું નક્કી કર્યું છે જેથી હું અવશ્ય વેક્સિન લેવાનો છું. હું રજિસ્ટ્રેશન પણ પહેલા કરાવવાનો છું અને વેક્સિન પણ પહેલા લેવાનો છું. વેક્સિનેશનને 3 મહિના જેટલો સમય થયો છે અને હજુ કોઈ આડઅસર જોવા મળી નથી, જેથી વેક્સિન અસરકારક છે, માટે લોકોએ ગભરાયા વિના વેક્સિન લેવી જોઈએ.

સરકારનો 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય ખૂબ જ સારો છે: માહી
સરકારનો 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય ખૂબ જ સારો છે: માહી

વેક્સિન લઈશું તો ઈમ્યુનિટી વધશે
વેક્સિન અંગે માહી નામની યુવતીએ જણાવ્યું હતું કે મારી ઉંમર 20 વર્ષની છું. સરકારનો 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય ખૂબ જ સારો છે. અન્ય લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ ત્યારે હું પણ યુવા તરીકે રાહ જોઈ રહી હતી કે અમારો વારો ક્યારે આવશે. હું વેક્સિન લઈશ. અન્ય યુવાઓને પણ અપીલ કરું છું કે વેક્સિન સુરક્ષિત છે, માટે એ લેવી જોઈએ. વેક્સિન લઈ લઈશું તો આપણે કોરોનાને ફાઇટ આપી શકીશું અને આપણી ઇમ્યુનિટી વધશે.

ડાબેથી સેજલ અને પ્રિવા.
ડાબેથી સેજલ અને પ્રિવા.

વેક્સિન લીધી હશે તો કોરોનાને લડત આપી શકીશું
પ્રિવાએ જણાવ્યું હતું કે હું 23 વર્ષની છું. 18 વર્ષની ઉપરની ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ થવાનું છે એ માટે મેં રજિસ્ટ્રેશન કર્યું છે તો બધા લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. વેક્સિન સુરક્ષિત છે અને અત્યારે કોરોના ખૂબ ફેલાઈ રહ્યો છે, તેમાં વેક્સિન લીધી હશે તો લડત આપી શકીશું. જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લઈને વેક્સિન લેવી જોઈએ..

વેક્સિન લીધી હશે તો કોરોના થવાની શક્યતા ઓછી
સેજલ નામના મહિલાએ જણાવ્યું હતું કે 45 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિન લીધી હોય અને તેમને કોરોના થયો હોય તેવા લોકોને ખૂબ જ ઓછાં લક્ષણ જોવા મળે છે અને જલદીથી સાજા થઈ જાય છે. વેક્સિનની કોઈ આડઅસર પણ નથી. વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. વેક્સિન લીધી હશે તો કોરોના થવાની શક્યતા ઓછી છે અને વેક્સિન લીધી હશે તો કોરોનાને હરાવી શકીશું.

વેક્સિન અચૂક લઈશ અને અન્ય મિત્રોને લેવા અપીલ કરીશ
જ્યારે રાજકોટના યુવાન અખિલેશ નથવાણીએ દિવ્યભાસ્કરના માધ્યમથી અપીલ કરતાં જણાવ્યું હતું કે હાલ દેશભરમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામને વેક્સિન આપવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે તેઓ આ વેક્સિન અચૂક લેશે અને અન્ય તેમના યુવાનો મિત્રોને વેક્સિન લેવા અપીલ કરશે. રસીકરણ માધ્યમથી કોરોના સંક્રમણ થતું અટકાવવા તમામ યુવાનો સાથે મળી ઘર પરિવાર સમાજ અને દેશને સુરક્ષિત બનાવવા આ રસીકરણ અભ્યાનમાં ખાસ જોડાય એવી વિનંતી સાથે અપીલ.

અખિલેશ નથવાણી અને રાજ કોઠારી.
અખિલેશ નથવાણી અને રાજ કોઠારી.

વેક્સિનેશના મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરું છું રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા રાજ કોઠારીએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેમાં ભારત દેશમાં વેક્સિનેશ પ્રક્રિયા ચાલી રહી છે. આપણા વડીલો કે જેમની ઉંમર 45 વર્ષથી વધુ છે તેઓ વેક્સિન લઇ રહ્યા છે, પણ હવે આપણો વારો આવ્યો છે. આગામી 1 મેથી યુવાનોને વેક્સિન આપવા સરકારે જાહેરાત કરી છે, જેમાં હું વેક્સિન લઇશ અને દરેક યુવાનને આ વેક્સિનેશના મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરું છું.