તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈ-લોન્ચિંગ:મહિલાઓને પ્રેરિત કરવા ગુજરાત સ્ટેમ એજ્યુકેશન કાઉન્સિલનું ઈ-લોન્ચિંગ

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓને લગતા પ્રોગ્રામો થશે

મહિલાઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્મેટિક્સ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સ્ટેમ એજ્યુકેશન કાઉન્સિલનું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ પ્લેટફોર્મ થકી જુદા-જુદા પ્રોગ્રામ યોજાશે. જેમાં સ્પીકર દ્વારા મહિલાઓને ભવિષ્યમાં આ ચાર ક્ષેત્રોમાં આગળ વધવા પ્રેરણા અપાશે. ડબલ્યૂઆઇસીસીઆઇ ગુજરાત સ્ટેમ એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા આ પ્રોગ્રામ યોજાયો હતો. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ડબલ્યૂઆઇસીસીઆઇના ફાઉન્ડર હરબીન અરોરા, આઇએએસ હરીત શુક્લા, સાયન્ટિસ્ટ સુજિત બેનરજી હાજર રહ્યા હતા.

ડબલ્યૂઆઇસીસીઆઇ સ્ટેમ એજ્યુકેશન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડૉ. મેઘા ભટ્ટે કહ્યું કે, સાયન્સ અને ટેક્નોલોજીથી જ ઈનોવેશન થાય છે. મહિલાઓ આગામી સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરે અને રિસર્ચ ક્ષેત્રે આગળ વધે તે જરૂરી છે. આ પ્લેટફોર્મ પર નવી તકો પણ મળશે. જેની શરૂઆત અમે ઇન્ટરનેશનલ ડે ઑફ ધ ગર્લ ચાઇલ્ડ એટલે 11 તારીખથી કરીશું. જેમાં સ્પીકરની ટૉક પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો