ઈ-લોકાર્પણ:અમદાવાદના હેરીટેજ વૈભવને દર્શાવતી 70 જેટલી વિવિધ કલા-કૃતિઓના સોવેનિયર કેટલોગનું મેયર કીરીટ પરમાર દ્વારા ઈ-લોકાર્પણ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર આ કેટલોગ ઉપલબ્ધ છે

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના હેરીટેજ વૈભવને દર્શાવતી 70 જેટલી વિવિધ કલા-કૃતિઓ જેવી કે ઐતિહાસિક વિવિધ દરવાજાઓ, ચબુતરાઓ, ધાર્મિક સ્થાપત્યો, કોતરણીકામ તથા શહેરના ઈતિહાસની ઝાંખી કરાવતી વિવિધ વસ્તુઓને પ્રવાસીઓ-મુલાકાતીઓ પોતાની સાથે લઈ જઈ શકે તેની માહિતી આપતાં સોવેનિયર કેટલોગનું આજે મેયર કીરીટ પરમાર દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર આ કેટલોગ ઉપલબ્ધ છે.

શહેરના સ્થાનિક કારીગરો/આર્ટીસ્ટની કલા-કારીગરીને ઉત્તેજન આપવાનો અને સ્થાનિક કારીગરો/આર્ટીસ્ટને તેમના દ્વારા બનાવાયેલ વસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે એક ઓપન ટુ ઓલ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરાયો છે. અમદાવાદ શહેરમાં આવતા પ્રવાસીઓ પોતાની મુલાકાતની યાદગીરીના સંભારણા રૂપે જે તે વેપારી પાસેથી આ કલાકૃતિઓ ખરીદી શકશે. આ કેટલોગનો હેતુ સર્જકો અને ખરીદનાર વચ્ચે પ્લેટફોર્મ પુરુ પાડવા પુરતો મર્યાદિત રહેશે.

ખરીદ-વેચાણની કાર્યવાહી વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટ કે કોર્પોરેશન દ્વારા કરાશે નહિ. કેટલોગની આગામી એડીશનમાં સર્જકો પોતાની મૌલિક કૃતિઓનો સમાવેશ અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ ખાતે મોકલીને કરાવી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોવેનિયર કેટલોગની મદદથી સ્થાનિક કારીગરો/આર્ટીસ્ટને આત્મનિર્ભર બનવાની પ્રેરણા અને તકો આપશે.

અન્ય સમાચારો પણ છે...