તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંગી વેચાણ:ઇ-કોમર્સ કંપનીઓએ કર્યો 58000 કરોડનો જંગી વેપાર : ગુજરાતમાં મોબાઇલનું સૌથી વધુ વેચાણ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણના કારણે ઓનલાઇન વેપારમાં આકર્ષણ વધ્યું

ભારતની ઇ-કોમર્સ કંપનીઓએ તહેવારના સમયમાં આ વર્ષે ઓક્ટોબર 15 થી નવેમ્બર 15 સુધીમાં 8.3 અબજ ડોલર (આશરે 58,000 કરોડ) ની કિંમતના બ્રાન્ડ અને પ્રોડક્ટનું કુલ વેચાણ નોંધાવ્યું છે. કોરોના મહામારી છતાં ગતવર્ષની તુલનાએ ઇ-કોમર્સ સેગમેન્ટ પર વેચાણ સરેરાશ 65 ટકા વધ્યું છે.

અગાઉના વર્ષે તહેવારમાં કુલ 5 અબજ ડોલરનું એટલે કે 35000 કરોડનો વેપાર રહ્યો હતો તેમ રિસર્ચ ફર્મ રેડસીરના અહેવાલમાં દર્શાવાયું છે. એટલું જ નહિં પ્રિ-ફેસ્ટિવલમાં 7 અબજ ડોલરના વેચાણનો અંદાજ મુકવામાં આવ્યો હતો તેનાથી પણ વેચાણ વધુ નોંધાયું છે. સપ્ટેમ્બર માસમાં પણ સરેરાશ 3.2 અબજ ડોલર એટલે 22000 કરોડનું ચોખ્ખું વેચાણ રહ્યું હતું.

તહેવાર દરમિયાન થયેલા કુલ વેચાણમાં પહેલી ઇવેન્ટમાં 29000 કરોડ, બીજી ઇવેન્ટમાં 8700 કરોડ તથા ત્યારબાદની ઇવેન્ટમાં 9700 અને 10300 કરોડનું ઇ-કોમર્સ કંપનીઓ જેમકે અમેઝોન તથા વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ પર વેચાણ થયું હતું. તહેવારની મોસમમાં જુદા જુદા વેચાણ ઇવેન્ટ્સ જેમકે દશેરા અને દિવાળીની મહત્વની બની રહી છે.

ઇ-કોમર્સના ગુજરાતનો વધુ વેપારમાં હિસ્સો 10 ટકાથી
તહેવારો દરમિયાન ઓનલાઇન કંપનીઓ દ્વારા આપવામાં આવતા આકર્ષક ડિસ્કાઉન્ટના કારણે વેપારને વેગ મળી રહ્યો છે. દેશમાં થતા કુલ ઇ-કોમર્સ વેપારમાં ગુજરાતનો હિસ્સો 10 ટકાથી વધુ રહ્યો છે. ગુજરાતમાં પણ સૌથી વધુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર મોબાઇલ ફોન તથા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટનું વેચાણ જોવા મળ્યું હોવાનું અગ્રણી ટ્રેડર્સે જણાવ્યું હતું. . અહેવાલમાં જણાવ્યું છે કે 40 મિલિયન દુકાનદારો ટીયર-2 શહેરોથી આગળ આવ્યા છે. કુલ વેપારમાં 46 ટકા હિસ્સો મોબાઇલ હેન્ડસેટનો રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...