તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મેઘાણીનગરમાં Dy.Sp જમાઈએ ઘર પચાવી પાડતાં 75 વર્ષીય સાસુની કલેક્ટરને અરજી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસમાં હોવાનો રૂઆબ મારતો હોવાનો આક્ષેપ
  • અગાઉની ફરિયાદમાં સમાધાન થઈ જમાઈ સાસરીમાં રહેવા લાગ્યો હતો

મેઘાણીનગરમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધાનું ડીવાયએસપી જમાઈએ ઘર પચાવી પાડતા વૃદ્ધાએ કલેક્ટર સમક્ષ અરજી કરી છે. અરજીમાં રજૂઆત કરી છે કે, સીઆરપીએફમાં કમાન્ડર (ડીવાયએસપી) તરીકે નોકરી કરતા તેમના જમાઈ ભરતભાઈ રાણાએ તેમની માલિકીના ઘરમાં ઘૂસીને ઘર પચાવી પાડ્યું છે. ગંગાબેન વણકરે કરેલી ફરિયાદમાં એવી રજૂઆત કરી છે કે, તેમને સંતાનમાં 4 દીકરી અને 1 દીકરો છે. તેમની એક દીકરી શીતલનાં લગ્ન ભરત રાણા સાથે કર્યા હતા.

જમાઈ અગાઉ દીકરી પાસે દહેજ માગતો હોવાથી પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ સમાધાન કરાવતા તે ઘરમાં ઘૂસી ગયો હતો. માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. બાદમાં જમાઈએ ગંગાબેન અને તેમના દીકરાને ઘર બહાર કાઢી મૂક્યા હતા. આથી ગંગાબેન ઘર પચાવી પાડવાની ફરિયાદ નોંધાવવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યારે ભરત રાણા ત્યાં પહોંચી ગયો હતો અને ધમકી આપી હતી કે હું ડીવાયએસપી છું મારું કોઈ બગાડી શકવાનું નથી. રૂઆબથી પોલીસને પણ ફરિયાદ નહીં નોંધાવા દબાણ કરતો હતો.

ઘર પાછું અપાવવા મહિલાની માગણી
ગંગાબેન વણકરે કલેક્ટરમાં માગણી કરી છે કે, મારી પોતાની બચતમાંથી માંડ ઘર બનાવ્યંુ છે. 75 વર્ષે હવે કોઈ કામ કરી શકું એમ નથી. સગાંના ઘરે રહેવા મજબૂર છું. મારું ઘર મને પાછું અપાવો અને જમાઈને ઘરથી 1000 મીટરની હદમાં પ્રવેશ કરવા પર રોક લગાવો.

અન્ય સમાચારો પણ છે...