બદલી:અમદાવાદમાં DySP જયેશ બ્રહ્મભટ્ટને ‘ઢોર પકડવામાંથી મુક્તિ’

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાંધીનગર VIP સિક્યોરિટીમાં પોસ્ટિંગ

ગૃહ વિભાગે શનિવારે રાતે 6 ડીવાયએસપીની બદલી કરી હતી, જેમાં સાડા ચાર વર્ષ સુધી મ્યુનિ.કેટલ કંટ્રોલ રૂમમાં ઢોર પકડવાની કામગીરી કરી રહેલા ડીવાયએસપી જયેશ બ્રહ્મભટ્ટને આખરે મુક્તિ અપાઈ છે. બ્રહ્મભટ્ટની કેટલ કંટ્રોલ રૂમમાંથી બદલી કરી ગાંધીનગરમાં વીઆઈપી સિક્યોરિટીમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા છે. એકાદ મહિના પહેલા બ્રહ્મભટ્ટની બદલી વડોદરા કરાઈ હતી, પરંતુ થોડા જ દિવસમાં તેમને ફરી વખત કેટલ કંટ્રોલ રૂમમાં મુકાયા હતા.

એ. એમ. દેસાઈને કરાઈ એકેડેમીમાં મુકાયા

અધિકારીનું નામહાલની જગ્યાબદલીની જગ્યા
એન. પી. ગોહિલACP, એલ ડિવિઝન, સુરત

DySP, SC-ST સેલ

જી. એ. સરવૈયાACP, સી ડિવિઝન, સુરત

વિભાગીય પોલીસ અધિકારી, રાજપીપળા

ચિરાગ પટેલવિભાગીય પોલીસ અધિકારી, રાજપીપળા

એસીપી, સી ડિવિઝન, સુરત

આર. પી. ઝાલાસિક્યોરિટી સુપરિન્ટેન્ડન્ટ, મ્યુનિ.

એસીપી, એલ ડિવિઝન, સુરત

એ. એમ. દેસાઈવિભાગીય પોલીસ અધિકારી, રેલવેે

DySP, કમાન્ડો ટ્રેનિંગ, કરાઈ

જયેશ બ્રહ્મભટ્ટDySP અધિક્ષક, કેટલ કંટ્રોલ

DySP, વીઆઈપી સિક્યોરિટી

અન્ય સમાચારો પણ છે...