તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આરોગ્ય સુવિધાઓ:DY.CM નીતિન પટેલે લીધી GCRIની મુલાકાત, જામનગર, વડોદરા,રાજકોટ અને ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ કાર્યરત થશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયાથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો કાર્યરત કર્યા - Divya Bhaskar
75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયાથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો કાર્યરત કર્યા
  • સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની રેડિયોથેરાપી માટેના અત્યાધુનિક મશીન કાર્યરત કરનારા રાજ્યોમાં ગુજરાત પ્રથમ

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયાથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો કાર્યરત કરાવવામાં આવ્યા છે.

નવા બિલ્ડીંગમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા
આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ની નવીન બિલ્ડિંગની મુલાકાત લીધી હતી. તેઓએ આ નવીન બિલ્ડીંગમાં સ્થિત અત્યાધુનિક મશીનરીની મુલાકાતી લઇને જાત માહીતી મેળવી હતી. કેન્સરના નવીન બિલ્ડીંગમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે અને બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટ માટેની સુવિધાઓ ત્રણ ગણી વધારવામાં આવી છે.

સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની રેડિયોથેરાપી માટેના આ પ્રકારના અત્યાધુનિક મશીન કાર્યરત કરવામાં આવ્યા હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે.

આ પ્રકારના રેડિયોથેરાપી મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની પીડાના સચોટ નિદાન કરીને તેની સત્વરે અને ચોક્કસ સારવાર કરવામાં અત્યંત લાભદાયી હોવાનું નીતિન પટેલે કહ્યું હતુ. તેઓએ ઉમેર્યુ કે,આ પ્રકારના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મશીન કેન્સરગ્રસ્ત અંગ અથવા કોશિકાના માઇક્રો અથવા મિલિમીટર જેટલા ભાગનું પણ નિદાન કરીને સારવાર કરવામાં સક્ષમ છે.

નીતિન પટેલે હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરી હતી.
નીતિન પટેલે હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરી હતી.

અમેરિકા અને યુરોપ જેવા દેશમાંથી મશીનરી આયાત કરી
આ રેડિયોથેરાપી મશીનરી દેશની જૂજ હોસ્પિટલમાં જ જોવા મળે તેમ જણાવી અમેરિકા અને યુરોપ જેવા દેશમાંથી આ પ્રકારના મશીન સરકારી ખર્ચે ઉપલબ્ધ થયા હોવાનું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

આ મશીન કેન્સરગ્રસ્ત અંગ અથવા કોશિકાના માઇક્રો અથવા મિલિમીટર જેટલા ભાગનું પણ નિદાન કરીને સારવાર કરવામાં સક્ષમ છે.
આ મશીન કેન્સરગ્રસ્ત અંગ અથવા કોશિકાના માઇક્રો અથવા મિલિમીટર જેટલા ભાગનું પણ નિદાન કરીને સારવાર કરવામાં સક્ષમ છે.

આ 4 જિલ્લાના કેન્સરના દર્દીઓને અમદાવાદનો ધક્કો નહીં થાય
મીડિયા સાથેના સંવાદમાં તેઓએ જણાવ્યું કે , અગાઉ સમગ્ર રાજ્યમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલ જ એકમાત્ર કેન્દ્ર હતું. જે કારણોસર અહીં દર્દીઓનો ધસારો જોવા મળતો હતો. કેન્સરની સર્જરીમાં પણ લાબું વેઇટીંગ જોવા મળતું હતુ. રાજ્ય સરકારે આ સ્થિતિ પારખીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા જામનગર, વડોદરા,રાજકોટ, ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ કેન્સર હોસ્પિટલ કાર્યરત કરીને સ્થાનિક સ્તરે જ કેન્સરગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.

કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં કુલ 600 બેડની વ્યવસ્થા
રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં પણ રાજ્યની હોસ્પિટલમાં જ્યાં પણ અત્યાધુનિક મશીનરીની જરૂરિયાત ઉભી થઇ તે યુધ્ધના ધોરણે સંતોષી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલને વધુ વિકસાવવા અને અત્યાધુનિક બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરીને તે દિશામાં પગલા હાથ ધરવામાં આવ્યા છે. હાલ કેન્સરના જૂના બિલ્ડીંગમાં 300 પથારી કાર્યરત છે. કેન્સરનું નવીન બિલ્ડિંગ સંપૂર્ણ પણે કાર્યરત બનતા કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં કુલ 600 પથારીની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.

બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટ માટેની સુવિધાઓ ત્રણ ગણી વધારી કેન્સરના નવીન બિલ્ડીંગમાં 15 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે અને બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટ માટેની સુવિધાઓ ત્રણ ગણી વધારવામાં આવી છે. રાજ્ય સરકારે આ સ્થિતિ પારખીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા જામનગર, વડોદરા,રાજકોટ, ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ કેન્સર હોસ્પિટલ કાર્યરત કરીને સ્થાનિક સ્તરે જ કેન્સરગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલને વધુ વિકસાવવા અને અત્યાધુનિક બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરીને તે દિશામાં પગલા હાથ ધરવામાં આવ્યા છે. હાલ કેન્સરના જૂના બિલ્ડિંગમાં 300 પથારી કાર્યરત છે. કેન્સરનું નવીન બિલ્ડિંગ સંપૂર્ણ પણે કાર્યરત બનતા કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં કુલ 600 પથારીની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.

અન્ય સમાચારો પણ છે...