સ્વચ્છ ભારત મિશન:અમદાવાદીઓ રોડ પર ગમે ત્યાં કચરો ન ફેંકે તે માટે કોર્પોરેશન દ્વારા ડસ્ટબીન આપવામાં આવશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કરોડો રૂપિયાના ખર્ચે 16 લાખથી વધુ ડસ્ટબીન ખરીદવામાં આવશે

લોકો કચરો ગમે ત્યાં ના ફેંકે તે માટે મ્યુનિ.એ ઘરદીઠ ડસ્ટબિન આપવાની યોજના બનાવી છે. આ માટેનું ટેન્ડર પણ મંજૂર થયા બાદ કરોડો રૂપિયાના ખર્ચે 16 લાખ ડસ્ટબિન ખરીદવા બુધવારે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં નિર્ણય કરાયો છે. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટરના બજેટમાંથી આ ડસ્ટબિન ખરીદાશે. જે નાગરિકોએ ટેક્સ ભર્યો હશે તેમને જ આ ડસ્ટબિન આપવામાં આવશે. શહેરમાં 116થી 758 જેટલી કિંમતના અલગ અલગ સાઇઝના ડસ્ટબિન અપાશે.

ડસ્ટબીનની 10 લીટરથી લઈ અને 100 લીટરની કેપેસિટીના હશે
ડસ્ટબીનની 10 લીટરથી લઈ અને 100 લીટરની કેપેસિટીના હશે

ડસ્ટબીનની 100 લીટર સુધીની કેપેસિટીના હશે
હેલ્થ કમિટિના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોકો કચરો રોડ પર ફેંકી ગંદકી ન કરે અને સ્વચ્છતા જળવાય તેના માટે દરેક સોસાયટીમાં ઘર દીઠ ડસ્ટબીન આપવામાં આવશે. ચૂંટાયેલા કોર્પોરેટરો અમે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી આ ડસ્ટબીન ખરીદવામાં આવનાર છે. અલગ અલગ કેપેસિટીના ડસ્ટબીન ખરીદવામાં આવશે જેમાં 10 લીટરથી લઈ અને 100 લીટરની કેપેસિટીના હશે. ત્રણ એજન્સીઓને રેટ કોન્ટ્રાકટથી આ ડસ્ટબીન આપવાની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે. જે શહેરીજન ટેક્સ ભરતો હશે તેને જ આ ડસ્ટબીન આપવામાં આવશે.

શહેરના જુદા જુદા ઘરમાંથી નીકળતા દૈનિક કચરાના નિકાલ માટે મ્યુનિ. દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ફાળવાતાં બજેટમાં જુદી જુદી સાઇઝના પી.ઇ. તથા અન્ય ડસ્ટબિન ખરીદવા માટે મ્યુનિ.એ ટેન્ડર મગાવ્યા હતા. જે હેઠળ બે વર્ષ માટે ડસ્ટબિન મગાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાનું દર્શાવ્યું હતું. અલગ અલગ સાઇઝના આ ડસ્ટબિન અલગ અલગ ભાવથી ખરીદવા માટે મ્યુનિ.એ તૈયારી દર્શાવી હતી.

શહેરમાં મ્યુનિ. દ્વારા આ ટેન્ડર મારફત ખરીદેલા ડસ્ટબિનને શહેરના નાગરિકોને ઘરે આપવામાં આ‌વશે. આગામી દિવસોમાં આ ડસ્ટબિન નાગરિકોના ઘરે પહોંચાડવાની યોજના પણ બનાવાશે. શહેરમાં રૂ. 116થી લઇને 758 સુધીની અલગ અલગ કિંમતના અલગ અલગ સાઇઝના ડસ્ટબિન અપાશે. જેમાં કેટલાક ગોળ ઢાંકણાંવાળા તો કેટલાક ફૂટ ઓપરેટેડ ડસ્ટબિન પસંદ કરાયા છે. ત્યારે સંબંધીત વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ નક્કી કરે તેવા ડસ્ટબિન અપાશે.

શહેરમાં ડસ્ટબિન ખરીદી માટે 3 એજન્સી નક્કી કરવામાં આવી છે. જેમાં તમામ એજન્સીને અલગ અલગ સાઇઝના ડસ્ટબિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. મે.નિલકમલ, મે.ઘનશ્યામ ફેબ્રિકેટર્સ અને મે.સેન્ડસ વોટર સિસ્ટમનો સમાવેશ થાય છે.

ડસ્ટબિનની ક્ષમતાભાવ

10 લિટર રાઉન્ડ, ક્લોઝ લીડ સાથે

116

15 લિટર રાઉન્ડ, ક્લોઝ લીડ સાથે

185

20 લિટર રાઉન્ડ ક્લોઝ લીડ સાથે

249.3

40 લિટર રાઉન્ડ ક્લોઝ લીડ સાથે

473

80 લિટર રાઉન્ડ ક્લોઝ લીડ સાથે

758

(નોંધ: ભાવની રકમ રૂપિયામાં)

116થી 758 રૂપિયાના સુધીના ડસ્ટબિન હશે
અગાઉ ડસ્ટબિન અપાયા ત્યારે વિવાદ થયો હતો: અગાઉ પણ કોર્પોરેટરના ફંડમાંથી ડસ્ટબિન અપાયા હતા. તે સમયે ભગવા કલરના ડસ્ટબિનના કારણે વિવાદ થયો હતો. તે ઉપરાંત કેટલાક કોર્પોરેટરે પોતાના વ્હાલાને વધારે ડસ્ટબિન આપ્યા હતા. કેટલાક ડસ્ટબિન મ્યુનિ. કચેરીમાં પડ્યા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...