તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોના કાળમાં ચિન્મય મિશન દ્વારા 15 રાજ્યોની 63 હોસ્પિટલોમાં પાંચ કરોડ રૂપિયાની સહાય પુરી પાડવામાં આવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક લાખ લોકોને સહાય મળી - Divya Bhaskar
એક લાખ લોકોને સહાય મળી
  • 300 કેન્દ્રોના સભ્યો દ્વારા ગત વર્ષે PM કેર ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું

આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વિશ્વસ્તરે વિખ્યાત ચિન્મય મિશન દ્વારા કોરોના મહામારીના વિકટ સમયમાં રૂપિયા પાંચ કરોડથી વધુનાં તબીબી સાધનો અને દવાઓની મદદ પૂરી પાડવામાં આવી છે. મુંબઈ ખાતે વડું મથક ધરાવતી ચિન્મય મિશન સંસ્થાએ દેશનાં 15 રાજ્યોમાં “દરેક જણ પહોંચે એક જણ સુધી” એવા ખાસ અભિયાન દ્વારા 63 હૉસ્પિટલ અને 47 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ પ્રકારની સહાય પહોંચાડવામાં આવી છે.

સ્વામી સ્વરૂપાનંદજીએ કોરોનાકાળમાં “Each One Reach One” નો સંદેશ આપ્યો
સ્વામી સ્વરૂપાનંદજીએ કોરોનાકાળમાં “Each One Reach One” નો સંદેશ આપ્યો

1.34 લાખ લોકો સુધી મદદ પહોંચાડવામાં આવી
મિશનના વિશ્વપ્રમુખ સ્વામી સ્વરૂપાનંદજીએ કોરોનાકાળમાં “Each One Reach One” નો સંદેશ આપ્યો હતો. જેમાં સંસ્થાના દુનિયાભરમાં ફેલાયેલા સભ્યોએ તન- મન-ધનથી સેવા આપી હતી. સંસ્થાએ જુદાં જુદાં ચિન્મય મિશન કેન્દ્રોની મદદથી એક લાખ 34 હજાર 551 લોકો સુધી અલગ અલગ રીતે સહાય પહોંચાડી હતી. જેમાં અત્યાર સુધીમાં એક ઓક્સિજન પ્લાન્ટ, પાંચ હજાર રેપિડ એન્ટિજન કિટ, 30 હજાર જેટલા માસ્ક, 700 PPE કિટ, આઠ હજાર જેટલા ગ્લવ્સ, 1500 ડિસ્પોઝેબલ ગાઉન, 110 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 61 થર્મલ સ્કેનર્સ, 610 પલ્સ ઑક્સિમીટર, 4 વેન્ટિલેટર, 2 ઇસીજી મશીન, 60 ડિજિટલ બીપી મશીન્સ, 60 ગ્લુકોમીટર, મોટી સંખ્યામાં દવાઓ-ઇંજેક્શન અને જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવ્યાં.

300 કેન્દ્રોના સભ્યોએ ગયા વર્ષે પીએમ કેર ફંડમાં રૂપિયા ૩ કરોડનું યોગદાન આપ્યું હતું
300 કેન્દ્રોના સભ્યોએ ગયા વર્ષે પીએમ કેર ફંડમાં રૂપિયા ૩ કરોડનું યોગદાન આપ્યું હતું

PM કેર ફંડમાં રૂપિયા ૩ કરોડનું યોગદાન આપ્યું
બેંગાલુરુ ખાતેની ચિન્મય મિશન હૉસ્પિટલમાં 50 ટકા બેડ ગંભીર કોવિડ દર્દીઓ માટે અલગ રાખવામાં આવ્યા હતા. આ મહામારીમાં સ્વજનો ગુમાવ્યાં હોય તેમને આઘાતમાંથી બહાર આવવામાં મદદરૂપ થવા ઑનલાઇન ગ્રીફ મેનેજમેન્ટ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો. 8 મે એ સંસ્થાના સ્થાપક સ્વામી ચિન્મયાનંદજીની ૧૦૫મી જન્મજયંતીએ આ કાર્યક્મ શરૂ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મિશનના વિશ્વભરમાં આવેલાં 300 કેન્દ્રોના સભ્યોએ ગયા વર્ષે પીએમ કેર ફંડમાં રૂપિયા ૩ કરોડનું યોગદાન આપ્યું હતું.