તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ્બ્યુલન્સ સેવા:કોરોનાકાળમાં 2.15 લાખ દર્દીને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2-3 મહિનામાં વધુ 75 એમ્બ્યુલન્સ 108 સર્વિસને અપાશે

કોરોના સંક્રમણમાં દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે મહત્ત્વની 108 સેવામાં રાજ્ય સરકાર દ્વારા વધુ 25 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. પટેલે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન અત્યાર સુધીમાં 108 એમ્બ્યુલન્સ મારફતે કુલ 2.15 લાખ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. નીતિન પટેલે જણાવ્યું કે વર્ષ 2007માં 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ હતી.

ડબ્લ્યુએચઓના ધોરણ મુજબ દર એક લાખની વસતીએ 108 જેવી એક એમ્બ્યુલન્સ હોવી જોઈએ, જે મુજબ રાજ્યમાં 650 એમ્બ્યુલન્સ હોવી જોઇએ, જોકે ગુજરાતમાં હાલ 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે. આગામી બે ત્રણ મહિનામાં વધુ 75 એમ્બ્યુલન્સ 108 સર્વિસને અપાશે. 200 જેટલી એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટરની સુવિધા છે. દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન મળે તેવી સુવિધઆ પણ રખાઈ છે. અત્યાર સુધીમાં 108 દ્વારા 1.22 કરોડ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડાયા છે. 1.20 લાખ પ્રસૂતિ પણ આ વાનમાં કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...