ભાસ્કર એક્સક્લૂઝિવ:કોરોનાકાળમાં રાજ્યની 1793 કંપનીએ આર્થિક સંકટમાં ફસાયેલા લોકો પાછળ 1275 કરોડ રૂપિયા ખર્ચ્યા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • ગુજરાતમાં દાન કરનારા 300%, દાન 412% વધ્યું
  • મહામારી દરમિયાન 45% ડોનેશન આરોગ્ય સેવાઓ માટે આપ્યું, હવે શિક્ષણ પર ફોકસ
  • CSR પર ખર્ચ કરનારા 4 શહેરો; 26% હિસ્સેદારી અમદાવાદની

ગુજરાતમાં માત્ર કોરોનાકાળમાં લોકોની મદદ માટે 1275 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યની 1,793 કંપની મળીને છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ દાન આ વર્ષે કર્યું છે. દાન કરનારાઓમાં 300 ટકા વધ્યા છે, જ્યારે દાનમાં 412 ટકાનો વધારો થયો છે. આ વર્ષે સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ કંપનીઓએ આરોગ્યક્ષેત્રે સૌથી વધુ કામગીરી કરી છે. કુલ 45 ટકા ખર્ચ આરોગ્યક્ષેત્રે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાની સારવાર માટેનાં ઉપકરણો, દવાઓ તથા પાયાની જરૂરિયાતો માટેની ચીજવસ્તુઓ પર કરવામાં આવ્યો છે.

કંપનીઓનો CSR પાછળ મોટો ખર્ચ
બીજી લહેર બાદ હવે વધુ ધ્યાન શિક્ષણ અને ગ્રામીણ વિકાસ પર કરવામાં આવી રહ્યું છે. રાજ્યના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લાં 5 વર્ષની તુલનામાં છેલ્લાં બે વર્ષમાં કંપનીઓએ સીએસઆર પાછળ સૌથી વધુ ખર્ચ કર્યો છે. આ કામગીરીમાં તેમને સરકારની ગાઇડલાઇનનો પણ લાભ મળ્યો છે. સરકારે કોરોના પાછળની કામગીરીમાં કરેલા ખર્ચે સીએસઆરમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને કારણે વધુને વધુ કંપનીઓ આ કામગીરીમાં જોડાઈ હતી.

26 ટકા હિસ્સો અમદાવાદની કંપનીઓનો
રાજ્યભરમાં ગત વર્ષે કુલ 1793 લોકોએ 1275.21 કરોડ રૂપિયા શહેરીજનોની સુવિધા માટે ખર્ચ કર્યો છે, જેમાંથી 411 કંપની માત્ર અમદાવાદની છે, એટલે કે ખર્ચ કરનારા લોકોમાં 26 ટકા હિસ્સો અમદાવાદ સ્થિત એકમો, કંપનીઓ અને સંસ્થાઓનો છે, જ્યારે ખર્ચનો આશરે 10 ટકા હિસ્સો અમદાવાદના ફાળે જાય છે.

  • 2018માં 1203 કંપની - 775.09 કરોડ ખર્ચ
  • 2019માં 1418 કંપની - 1065.09 કરોડ ખર્ચ
  • 2020-21માં 1793 કંપની - 1275.21 કરોડ ખર્ચ

​​​​​​​અમદાવાદ

વર્ષકંપનીઓરૂપિયા ખર્ચ
201812470.87 કરોડ
201910448.44 કરોડ
2020411116.16 કરોડ

​​​​​​​વડોદરા

વર્ષકંપનીઓરૂપિયા ખર્ચ
20185812.14 કરોડ
201911633 કરોડ
202017143.64 કરોડ

​​​​​​​સુરત

વર્ષકંપનીઓરૂપિયા ખર્ચ
20183213.25 કરોડ
20197828.27 કરોડ
20209743.05 કરોડ

​​​​​​​રાજકોટ

વર્ષકંપનીઓરૂપિયા ખર્ચ
2018151.55 કરોડ
20194412.49 કરોડ
20205911.75 કરોડ

ગત 5 વર્ષમાં કરદાતા 300%, દાન 412% વધ્યું
​​​​​​​2015માં અંદાજે 519 કંપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપ માટે દાન આપ્યું હતું. આ વર્ષે આવી સંસ્થાઓની સંખ્યા 1700 કરતાં વધારે છે. આ સંસ્થાઓ અગાઉ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી, જે હવે વધીને 1275 કરોડ થયો છે. આ વર્ષે ગત 5 વર્ષમાં સૌથી વધુ લોકોએ દાન આપ્યું છે.

આરોગ્યક્ષેત્રે 45% ખર્ચ, હવે શિક્ષણ પર ખર્ચ
રાજ્યના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગે જણાવ્યું હતું કે ગત બે વર્ષમાં આશરે 45 ટકા ખર્ચ માત્ર આરોગ્ય અને ગ્રામિણ વિકાસ પર કરવામાં આવ્યો છે, જ્યારે ગત એક વર્ષમાં, એટલે કે કોરોનાની બીજી લહેર બાદ સૌથી વધુ ખર્ચ શિક્ષણ પર કરવામાં આવ્યો છે. સ્કૂલો ખૂલ્યા બાદ વધુ ને વધુ ખર્ચ શિક્ષણ પર કરવામાં આવી રહ્યો છે.

નાની કંપનીઓની દાન આપવામાં મોટી ભૂમિકા
​​​​​​​આ વર્ષે ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ સૌથી વધારે ખર્ચ કર્યો છે. કેટલીક કંપનીઓે ત્રણ વર્ષનો ક્વોટા આ વર્ષે જ પૂરો કરી દીધો છે. આ માટે સરકારનો નિયમ પણ મદદરૂપ બન્યો. આ નિયમમાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ક્વોટા કરતાં વધુ ખર્ચને માન્ય રાખવામાં આવશે.

મદદરૂપ બનવા 2%ના બદલે 3% સુધીનો ખર્ચ
ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ સ્થિત કંપનીઓએ સીએસઆર ક્ષેત્રે ઉત્તમ દેખાવ કર્યો છે. ગુજરાતની કંપનીઓએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સૌથી વધુ યોગદાન આપ્યું છે. મહિલા સશક્તીકરણ, ગ્રામીણ વિકાસ સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં પણ સીએસઆર હેઠળ ખર્ચ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...