બે મહિના પૂર્વે પાલડી ખાતે આવેલું કોંગ્રેસ ભવન ધમધમતું હતું. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જે રીતે હાર થઈ છે, ત્યારથી કોંગ્રેસ ભવનમાં નેતાઓ હોય કે હોદ્દેદારો કોઈ કોંગ્રેસ ઓફિસમાં આવતું નથી. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરી પછી ભારત જોડો યાત્રા સાથે હાથથી હાથ જોડો જનસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવશે. જેનું આયોજન કરવા માટે ગુજરાતમાં વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કારોબારી બેઠકો ચાલી રહ્યી છે. જેને લઈને ઓફિસમાં આગેવાનોની હાજરી ના હોઈ શકે.
કોંગ્રેસ ઑફિસમાં ચૂંટણી પરિણામ પછી પાંખી હાજર હોય છે તે અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત કરી હતી. તેના અંશો નીચે મુજબ છે.
કોંગ્રેસ માટે વિધાનસભાના પરિણામો આંચકારૂપઃ મનીષ દોશી
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે આંચકારૂપ અને વિપરીત છે. કોંગ્રેસના કાર્યકરોએ સંધર્ષ કર્યો અને મહેનત કરી પણ ચૂંટણીમાં અનેક ફેક્ટર કામ કરતા હોય છે અને તેનું મુલ્યાંકન ચાલી રહ્યું છે અને જવાબદારી પણ નક્કી કરવામાં આવી રહ્યી છે. જે ખામી હશે તેને દૂર કરવામાં આવશે. લોકતંત્રમાં હારજીત ચાલતી હોય છે. કામ કરવાની પદ્ધતિને પણ જરૂર લાગશે ત્યાં બદલવામાં આવશે. સંગઠનમાં પણ સુધારા કરવામાં આવશે અને વધુ લોકોને જોડવામાં આવશે.
‘કોંગ્રેસ કાર્યાલયમાં આવો તો જ કાર્ય થાય તેવું નથી’
વધુમાં ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ઐતિહાસિક ભારત જોડો યાત્રા ચાલી રહ્યી છે. લાખો લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. તેઓ દેશ માટે પ્રેમ રાખે છે અને નફરત અને ઘૃણાની રાજનીતિથી દૂર રહીને માનવતા અને સમાનતા માટે કામ કરવા યાત્રામાં જોડાઈ રહ્યા છે. સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, સંસ્કૃતિ ક્ષેત્રે કામ કરતા લોકો અને લેખકો યાત્રામાં જોડાઈ રહ્યા છે.
‘ભારત જોડો યાત્રા સાથે હાથથી હાથ જોડો અભિયાન’
26 જાન્યુઆરી પછી ભારત જોડો યાત્રા સાથે હાથથી હાથ જોડો જનસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવશે. જેનું આયોજન કરવા માટે ગુજરાતમાં વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કારોબારી બેઠકો ચાલી રહ્યી છે. જેને લઈને ઓફિસમાં આગેવાનોની હાજરી ના હોઈ શકે. પરંતુ ફરીવાર મજબૂતી સાથે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પાયાનું કામ કરવાની છે. લોકોને જોડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરવાનો છે. લોકો વચ્ચે પ્રેમ અને સદ્ભાવના વધે તે કોંગ્રેસના પાયાના સિદ્ધાંતો છે.
‘પાયાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસ શરૂઆત કરશે’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાની સાથે હાથથી હાથ જોડો જનસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવનાર છે. જેનું આયોજન કરવા માટે ગુજરાતમાં વિવિધ જિલ્લા અને તાલુકા સહિત ગામડાંઓ કારોબારી ચાલી રહી છે. જિલ્લા અને તાલુકાની કારોબારીનું આયોજન ચાલી રહ્યું છે અને ક્યાંક એને લઈને ઓફિસમાં આગેવાનોની હાજરી નથી જણાતી. પરંતુ ફરીવાર મજબૂતી સાથે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પાયાનું કામ કરવાની છે. લોકોને જોડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરવાનો છે. લોકો વચ્ચે પ્રેમ અને સદભાવના વધે તે કોંગ્રેસ પક્ષના પાયાના સિદ્ધાંતો છે. 26 જાન્યુઆરી પછી ભારત જોડો યાત્રા સાથે હાથથી હાથ જોડો અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.