તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રિ કર્ફ્યૂની ઐસી તૈસી:અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ-ડેની ઉજવણી, જાહેરમાં તલવારથી કેક કાપનારો બર્થ-ડે બોય જેલ ભેગો થયો

અમદાવાદ4 મહિનો પહેલા
બર્થડે સેલિબ્રેશનના વીડિયોનો
  • અમદાવાદના નિકોલમાં યુવકે કર્ફ્યૂ દરમિયાન તલવારથી કેક કાપીને બર્થડે ઉજવ્યો.

શહેરમાં હાલ રાત્રે 8 વાગ્યા બાદ કર્ફ્યૂ લાગી જાય છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ક્યાંક નિયમોની ઐસી તૈસી થઈ રહી હોવાના વીડિયો સામે આવ્યા છે. એક યુવાને પોતાની બર્થ-ડે પાર્ટીમાં અનેક મિત્રોને બોલાવ્યા તેના વીડિયો બનાવ્યા અને તલવારથી કેક પણ કાપી હતી. આ બધાની વચ્ચે વીડિયો વાયરલ થયાની જાણ લોકલ પોલીસને મોડે મોડે મળી અને હવે બર્થ ડે બોયની ધરપકડ કરી છે.

કર્ફ્યૂમાં બર્થ ડેની ઉજવણી
નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લાલકૃષ્ણ અડવાણી વસાહતના કોમન પ્લોટમાં
સોમવારે રાત્રે નિલેશ દંતાણીએ તેના મિત્રો સાથે ભેગા થઈને કોરોનાના સમયમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કોરોના ગાઈડલાઈનના તમાંમ નિયમો નેવે મુકાયા હતા. નિલેશ દંતાણી એટલેથી અટકયો નહીં અને તેને તલવાર વડે કેક કાપી હતી.

પોલીસે યુવકની ધરપકડ કરી
આ અંગે હવે પોલીસે રહી રહીને કામગીરી કરી હોવાનું મન મનાવી રહી છે. નિકોલ પોલીસની નિષ્ક્રિયતા અવાર નવાર સામે આવી છે. જેમાં તાજેતરમાં એક દારૂનો વીડિયો વાયરલ થયો તેમાં કોઈની ધરપકડ કરી નથી. જ્યારે સમગ્ર મામલે ભીનું સકેલી દીધુ હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.