દારૂની રેલમછેલ:અમદાવાદમાં પેટ્રોલિંગ દરમિયાન કૃષ્ણનગર પોલીસને બિનવારસી હાલતમાં 168 બોટલ ઇંગ્લિશ દારૂ મળ્યો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અનેક જગ્યા પરથી દારૂનો જથ્થો મળી આવે છે, ત્યારે અમદાવાદમાં પણ પોલીસને બિનવારસી હાલતમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો છે. કૃષ્ણ નગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે જી. ડી. ત્રણ રસ્તા પાસે આવેલ મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી સેન્ટરથી જી. ડી. સ્કૂલ તરફ જવાની ગલીમાં રોડની બાજુમાં ઇંગ્લિશ દારૂ બિનવારસી હાલતમાં પડેલો છે. તેથી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી તો 168 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ત્યાર બાદ કૃષ્ણનગર પોલીસે 33,600 રૂપિયાના બિનવારસી દારૂ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરંતુ પોલીસ જ્યારે રેડ કરે ત્યારે અનેક વખત દેશી દારૂ પણ નથી મળી આવતો અને આ કિસ્સામાં બિનવારસી હાલતમાં આટલી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા અનેક સવાલ ઉભા થાય છે.

ગુજરાતમાં સૌથી વધુ નશીલાં દ્રવ્યોનું સેવનના કેસ
એકતરફ ગુજરાતમાં દારુબંધીની વાતો કરવામાં આવે છે ત્યારે NCRB દ્વારા 2019નાં જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે એ ચિંતા ઊપજાવે છે. રાજ્યમાં લિકર અને નાર્કોટિક ડ્રગ્સ સંબંધિત એક્ટ હેઠળ નોંધાયેલા કેસો સમગ્ર દેશમાં સૌથી વધારે છે. દેશમાં નશીલાં દ્રવ્યોનું સેવનના સૌથી વધુ કેસ ધરાવતાં ટોપ પાંચ રાજ્યોમાં કેરળમાં 29252, બિહાર 49182, મહારાષ્ટ્રમાં 83156 કેસ અને તામિલનાડુમાં 151281 કેસ વર્ષ 2019માં નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં આ પાંચેય રાજ્ય કરતાં વધારે કેસ છે. ગુજરાતમાં 241715 લિકર અને નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...