તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • During A Brief Visit To Ahmedabad By Home Minister Amit Shah, PAS Leader Dharmik Rejected The Congress Candidature At The Last Minute, Saying Congress Stabbed Hardik And Me In The Back.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની ટૂંકી મુલાકાતે, પાસ નેતા ધાર્મિકે છેલ્લી ઘડીએ કોંગ્રેસની ઉમેદવારી ફગાવી, કહ્યું - કોંગ્રેસે હાર્દિક અને મારી પીઠ પાછળ ખંજર માર્યું

અમદાવાદ18 દિવસ પહેલા

નમસ્કાર!

આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં, 20 કિલો મીટરનો રોડ શો કરશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી ગુજરાત આવશે, ભરૂચથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

માર્કેટ હાઈલાઈટ્સ
સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ--
ડોલર--
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,300200

આ ત્રણ ઘટના પર રહેશે નજર
1) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની ટૂંકી મુલાકાતે આવશે.
2) આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટમાં, 20 કિલો મીટરનો રોડ શો કરશે.
3) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ AIMIMના ચીફ અસદ્દુદ્દીન ઓવૈસી ગુજરાત આવશે, ભરૂચથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) પાસ નેતાએ કોંગ્રેસની ઉમેદવારી છેલ્લી ઘડીએ ફગાવી, ધાર્મિકે કહ્યું- કોંગ્રેસે હાર્દિક અને મારી પીઠ પાછળ ખંજર માર્યું

સુરતમાં કોંગ્રેસે પાસ નેતા ધાર્મિક માલવિયાને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી ન કરતા ધમાસાણ મચ્યું હતું. ધાર્મિકે જણાવ્યું કે, કોંગ્રેસે કોંગ્રેસના જ નેતા હાર્દિક અને મારી પીઠ પાછળ ખંજર માર્યું છે. કોંગ્રેસના મોવડી મંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજિયાને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરી હતી. વિલાસ ધોરાજિયાને ટિકિટ ન આપતા ઉમેદવારી ન ભરવાનો નિર્ણય કર્યો હતો.
વાંચો વિગતવાર સમાચાર

2) ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પુરો, અમદાવાદમાં 800 ફોર્મ ભરાયાં, ધારાસભ્ય ખેડાવાલા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા
રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ યોજાનારી છ મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયો છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લા દિવસે ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે પડાપડી કરી હતી. અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોનાં મળી 800થી વધુ ફોર્મ ભરાયાં છે. જે ઉમેદવારોને ફોર્મ ભરવાનાં બાકી છે તેમને ટોકન આપી લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા છે.
વાંચો વિગતવાર સમાચાર

3) સુરતમાં 5 લાખ લિટર અશુદ્ધ પાણીના કાળા કારોબારનો પર્દાફાશ, 50 ટકા પ્લાન્ટ લાયસન્સ વિનાના
કોરોના સંક્રમણ બાદ લોકો પીવાના શુદ્ધ પાણીમાં પણ તકેદારી રાખી રહ્યા છે, ત્યારે મોકાનો લાભ ઉઠાવતાં લેભાગુ તત્ત્વો દ્વારા શુદ્ધ બોટલ બંધ પાણીના નામે કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. ISI કે BISના લાઇસન્સ વગર જ ચાલતા પાણીના પ્લાન્ટથી બોટલમાં બંધ થઈને 'બીમારી' લોકોનાં ઘર સુધી પહોંચી રહી છે. DivyaBhaskarએ સ્ટિંગ કરીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા 400થી વધુ પ્લાન્ટ પર તપાસ કરી હતી,
વાંચો વિગતવાર સમાચાર

4) રાજકોટના વોર્ડ નં. 2ના મહિલા કાર્યકરની ટિકિટ કપાતા રોષે ભરાયા, કાર્યકરને આંગળી ચીંધી કહ્યું- તું બહાર નીકળી જા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટ ન મળતા રાજકોટ કોંગ્રેસમાં પણ ક્યાંકને ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે શહેરના વોર્ડ નં. 2ના મહિલા કાર્યકર મનિષાબા વાળાની ટિકિટ કપાતા રોષે ભરાયા હતા અને શહેર પ્રમુખ અશોક ડાંગરની હાજરીમાં જ એક કાર્યકર સામે આંગળી ચીંધી તું બહાર નીકળી જા તારી સાથે મારે વાત નથી કરવી તેવું કહી દીધું હતું.
વાંચો વિગતવાર સમાચાર

5)ભાજપ 25 વર્ષથી સત્તામાં હોવા છતાં ગુજરાતમાં વિકાસ નથી, અમે 5 વર્ષમાં દિલ્હીનું ચિત્ર બદલ્યું: મનિષ સિસોદીયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચાર કરવા અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન DivyaBhaskarએ મનિષ સિસોદીયા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. આ ઈન્ટરવ્યૂમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે 5 વર્ષમાં દિલ્હીનું ચિત્ર બદલ્યું છે અને અહીં ભાજપ 25 વર્ષથી સત્તામાં હોવાછતાં કોઈ વિકાસ નથી.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આસામ અને પશ્ચિમ બંગાળ જશે. તેઓ હાઈવે અને ગેસ પાઈપલાઈન સહિત અનેક પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે.
- ગૃહમંત્રી અમીત શાહ મહારાષ્ટ્ર જશે. તેઓ સિંધુદુર્ગમાં SSPM મેડિકલ કોલેજનું ઉદઘાટન કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો