અમદાવાદમાં અકસ્માત:બોપલમાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરે એક્ટિવા સવાર દંપતીને ફૂટબોલની માફક ફંગોળ્યું, ઘટના CCTVમાં કેદ

અમદાવાદ2 મહિનો પહેલા

નવરાત્રિના તહેવારમાં રાતે ઘરે જતાં દંપતીને ડમ્પરે ઉડાવ્યું હતું. આ અકસ્માતમાં બન્નેને ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અગે બોપલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઇ હતી. જેમાં ડમ્પરે એક્ટિવાસવાર દંપતીને અડફેટે લઈને ફૂટબોલની માફક ફંગોળી દીધું હતું.

રુવાંડાં ખડાં કરી દેતાં સીસીટીવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શેલા પાસેના વીઆઇપી રોડ પરથી એક્ટિવા લઈને દંપતી પસાર થતું હતું. આ સમયે એક ડમ્પરે બન્નેને અડફેટે લેતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સીસીટીવી એટલા ચોંકાવનારા હતા કે, તેમાં અડફેટે લઈને બંનેને વાહન સહિત ફંગોળી દે છે. હાલ તો આ અંગે તપાસ હાથ ધરવામાં આવે છે.

અકસ્માતની ઘટનાના સીસીટીવી વાયરલ
શહેરના બોપલ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેનો વીડિયો રુવાંટાં ઊભાં કરી દે તેવો છે. રાતના અંધારામાં અચાનક જ રસ્તા પરથી પૂરપાટ ઝડપે દોડી આવતા ડમ્પરની ટક્કરે ટુ વ્હીલરને ફંગોળી દીધું છે. આ અકસ્માતનો વીડિયો રુવાંડાં ઊભાં કરી દે તેવો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર સર્જાયેલા અકસ્માતે ફરી એક વખત બેલગામ ટ્રકચાલકો સામે સવાલ ઊભા કર્યા છે. મોતના ડમ્પરની જેમ પૂરપાટ ઝડપે દોડી આવતાં ડમ્પરે ટુ વ્હીલરને ફંગોળ્યું હતું. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. હાલ પોલીસ દ્વારા ફરિયાદ લઈને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અકસ્માતનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો
સીસીટીવીમાં કેદ થયેલા દૃશ્યો મુજબ રોડ પર બે વાહનો પસાર થાય છે, જેમાં એક કાર અને એક એક્ટિવા છે. કાર આગળ નીકળે છે, તેની પાછળ એક્ટિવા જતું દેખાય છે. ત્યારે જ એક પૂરપાટ ઝડપે ડમ્પરને ચાલક હંકારતો દેખાય છે. કાર પસાર થઈ જાય છે પરંતુ જેવું એક્ટિવા આગળ વધે છે કે તરત જ બેફામ માતેલા સાંઢની માફક આવતું ડમ્પર એક્ટિવાસવાર દંપતીને ઉલાળે છે. એક્ટિવા પર સવાર દંપતીને ડમ્પર અડફેટે લઈ ફૂટબોલની માફક ઉલળીને 15 ફૂટ દૂર ફેંકે છે. તો કાર પણ આગળ થંભી જાય છે. ડમ્પર આગળ માટીના એક ઢગલાંમાં અથડાય છે. ત્યારબાદ ડમ્પરમાંથી ક્લીનર ભાગે છે. થોડીવારમાં ડ્રાઈવર પણ ક્લીનર કૂદ્યો હતો, ત્યાંથી નાસી છૂટે છે. લોકોનાં ટોળેટોળાં અકસ્માતની ઘટના દરમિયાન એકઠાં થઈ જાય છે. દરમિયાન એક્ટિવાસવાર દંપતીને ઉલાળીને આવતું ડમ્પર વધુ એક અકસ્માતને પણ અંજામ આપી દેત, પરંતુ સદનસીબે સામે અન્ય એક્ટિવા પર સવાર મહિલા સામેનો ઘટનાક્રમ જોઈને રોકાઈ ગઈ હતી. તેવામાં ડમ્પર માટીમાં અથડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...