તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:SP રિંગ રોડ પર ડમ્પરચાલકે ઈસરો અધિકારીના દીકરાને કચડી માર્યો; ચાલક ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પૂનામાં અભ્યાસ કરતો દીકરો લોકડાઉનમાં ઘરે આવ્યો હતો

એસપી રિંગ રોડ પર ડમ્પર ચાલકે ઈસરોના પરચેઝ ઓફિસરના દીકરાને કચડી માર્યો હતો. અકસ્માત થતા ચાલક ડમ્પર સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો. મૂળ બિહારના વતની સતીષકુમાર પાંડે સેટેલાઈટ ઈસરોમાં પરચેઝ હેડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દીકરો અનુરાગ (20) પૂના ખાતેની એમઆઈટી. ડબલ્યુપીયુ કોલેજમાં અભ્યાસ કરતો હતો. લોકડાઉનના કારણે કોલેજ બંધ હોવાથી તે અમદાવાદ આવ્યો હતો.

સોમવારે બપોરે 11.45 વાગ્યે સતીષકુમાર ઈસરો ખાતેની ઓફિસમાં હાજર હતા. ત્યારે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે એસપી રિંગ રોડ ઉપર આરોહી વિલાના નાકા પાસે આવેલા સર્વિસ રોડ ઉપર તમારા દીકરાનો એક્સિડન્ટ થયો છે. સતીષકુમાર તાત્કાલિ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે, અનુરાગ શાંતિપૂરાથી બોપલ તરફ બાઈક લઈને જતો હતો ત્યારે ડમ્પર ચાલકે બાઈકને ટકકર મારી અડફેટે લીધો હતો. જેથી અનુરાગ બાઈક સાથે રોડ પર પડકાતા ડમ્પરનું વ્હીલ અનુરાગ પર ફરી વળતા મૃત્યું થયું હતું. આ અંગે સતીષકુમારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં નાસી છૂટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...