ઠંડીથી રાહત:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 2થી 3 દિવસ ઠંડીથી રાહત મળશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 શહેરમાં ઠંડીનો પારો 9થી 16 ડિગ્રી વચ્ચે રહ્યો

પાકિસ્તાનની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, તેની સાથે બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના મહત્તમ-લઘુતમ તાપમાનમાં 2થી 6 ડિગ્રીનો વધારો થયો છે.

રાજ્યનાં 7 શહેરોમાં ઠંડીનો પારો 9થી 16 ડિગ્રીની વચ્ચે જ્યાર અન્ય તમામ શહેરોમાં લઘુતમ તાપમાન 16થી 20 ડિગ્રીએ પહોંચતાં ઠંડી ઘટી છે. આગામી બેથી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વિભાગના આંકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી 6 ડિગ્રી વધી 16.2 અને મહત્તમ તાપમાન 5 ડિગ્રી વધ્યું છે. રાજ્યમાં 9.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...