તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Due To The Work That Has Been Going On For 6 Months On The Hathijan Highway From Jashoda Nagar, The Citizens Get Stuck In Traffic Every Day, 2 Lakh Drivers Are In Trouble.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોડની સમસ્યા:જશોદાનગરથી હાથીજણ હાઇવે પર 6 મહિનાથી ચાલી રહેલા કામને કારણે શહેરીજનો રોજ ટ્રાફિકમાં અટવાઈ જાય છે, 2 લાખ વાહનચાલકોને પડે છે મુશ્કેલી

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

પૂર્વમાં વિકાસકામો થઈ રહ્યા છે એ બરાબર છે પણ તેમાં મંદ ગતિને લઈને નાગરિકોએ 6 કે 12 મહિનાઓ સુધી પરેશાન થવું પડે છે.આવું જ એક ઉદાહરણ એટલે એસપી રિંગરોડનું હાથીજણ સર્કલ કે જ્યાંથી જશોદાનગર તરફ આવવાનો રોડ 6 મહિનાથી બને છે પણ હજુ કામ પૂર્ણ થયું નથી. હજુ એક સાઈડનો રોડ બનવાનો પૂર્ણ થયો છે અને બીજી તરફ કામ ચાલે છે. મણિનગર જશોદાનગર ચોકડી થઈ હાથીજણ સર્કલથી મહેમદાવાદ ડાકોર તરફ જવાનો આ મહત્વનો હાઇવે છે જ્યાં પાંચેક કિમીના રોડનું તબક્કાવાર કામ ચાલ્યું અને હવે 2 કિમીનો બાકીનો એક સાઈડનો રોડ બને છે જેને લઈને લાખો વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે.

5 મિનિટને બદલે 20 મિનિટ થાય છે
વીંઝોલના સુરેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હાથીજણના સર્કલથી જશોદાનગર તરફ આવતા સામાન્ય સંજોગોમાં 5 થી 10 મિનિટ થાય છે. પણ સવાર સાંજ દરમ્યાન થતા ટ્રાફિકને કારણે 20 થી 25 મિનિટ થઈ જાય છે. એક સાઈડનો રોડ બની ગયો છે. પણ,બીજી સાઈડનો રોડ છેલ્લા કેટલાક મહિનાથી બની રહ્યો છે જે તે જલ્દી બને તો કામ પર સમયસર પહોંચી શકાય અને ટ્રાફિકની સમસ્યા પણ ઉભી ન થાય.

5 કિમીનો રોડ બનાવતાં 6 મહિના થાય તે યોગ્ય નથી
બિઝનેસમેન રમેશ પટેલે જણાવ્યું હતું કે, આપણે ત્યાં કોઈ પણ વિકાસ કાર્યોમાં ઝડપ જ નથી જોવા મળતી. 5 કિમીનો રોડ બનાવવામાં 6 મહિના થાય એ માન્યામાં જ ન આવે પણ આ હકીકત છે.જ્યાં બે સાઈડના રસ્તાની જરૂર હોય ત્યાં લાખો લોકો એક સાઈડ પરથી જ અવર જવર કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો