હડતાળ:કોન્ટ્રાક્ટરોની હડતાળને લીધે રોડ, ગટર, ફૂટપાથનાં કામો બંધ થયાં

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ્યુનિ.એ GSTમાં રાહત માટે કરેલા પરિપત્રથી વધુ ગૂંચવાડો
  • પાયાની સુવિધાના કામનું પેમેન્ટ લેટ મળતું હોવાની ફરિયાદ

જીએસટી ચૂકવણી, પેમેન્ટની ચૂકવણી સહિતના પ્રશ્નોને લઇને કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતા રોડ, ગટર, ફૂટપાથ સહિતના કામો બંધ થઈ ગયા છે. મ્યુનિ.એ કોન્ટ્રાકટરોને ખુશ કરવા માટે જીએસટીમાં રાહત આપતો એક પરિપત્ર પણ કર્યો છે, જોકે આ પરિપત્ર ભારે અસમંજસવાળો હોવાને કારણે કોન્ટ્રાકટરો દ્વારા તેમનુ કામકાજથી અળગા રહેવાનું આદોલન ચાલુ રાખવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ મધુસૂદન પંડ્યાએ જણાવ્યું કે, એસોસિએશનની મુખ્ય માગણીઓને લઇને તેમણે અગાઉ પણ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. જોકે તેમ છતાં હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ આ‌વ્યું નથી. 5 ટકા સિક્યુરિટી ડિપોઝીટનું પેમેન્ટ નાણાં ખાતા દ્વારા બે માસે થતું નથી. ઝોન લેવલે જે અંદાજ રજૂ કરાય છે તે 2016ના ભાવોને ધ્યાને લેવાય છે તે સમયે જીએસટી ન હતો.

મ્યુનિ.ની ઓફરને લોલીપોપ ગણાવાઈ
મ્યુનિ.એ એક પરિપત્ર બહાર પાડી કોન્ટ્રાક્ટરોને ખુશ કરવા માટે 18 જુલાઇ બાદ કોન્ટ્રાક્ટર તરફથી રજૂ થતાં ઈનવોઈસમાં જીએસટીના સ્લેબ રેટમાં 5.36 ટકા સરભર કરવાની ખાતરી આપી છે. જોકે તે માટે બિલોમાં કોન્ટ્રાક્ટર ચલણ ભરાયાની કોપી રજૂ કરાયા બાદ જરૂરી પ્રિઓડીટ થયા બાદ અલગથી વધારો સરભર કરી અપાશે. જોકે કોન્ટ્રક્ટરે આ લોલીપોપ ગણાવી છે કેમકે પ્રિઓડીટની કામગીરીમાં તેમને વિલંબ થવાની શક્યતા જણાય છે.

અન્ય સમાચારો પણ છે...