તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Due To The North south easterly Winds, There Is No Possibility Of An Increase In Cold For Another Three Days. The Heat In The Afternoon Is Cold In The Evening!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ સિઝનનો અનુભવ:ઉત્તરથી દક્ષિણ-પૂર્વીય પવનોને કારણે હજુ ત્રણ દિવસ ઠંડીમાં વધારાની શક્યતા નહીંવત્, બપોરે ગરમી તો સાંજે ઠંડી પડે છે!

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં પ્રવર્તતા ઉત્તરથી દક્ષિણ-પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં દિવસે ગરમી અને સાંજ પછી ઠંડક જેવી ડબલ સિઝનનો લોકો અનુભવ કરી રહ્યાં છે. શનિવારે અમદાવાદ સહિત 9 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાતા સાંજ પડતાં વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. 13 ડિગ્રી સાથે વલસાડ અને ગાંધીનગર સૌથી ઠંડાં શહેરો બન્યા હતા. હજુ ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થવાની કોઈ શક્યતા નથી.

શનિવારે તાપમાન સામાન્ય કરતા વધ્યું
શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધીને 34.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરથી દક્ષિણ-પૂર્વીય પવનોની અસરથી દિવસે ગરમી અને સાંજે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. શનિવારે અમદાવાદ સહિત 9 શહેરોનું લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો