વાઈરલ વીડિયો:કારીગરની ભૂલના કારણે શીરાએ ભારે કરી, હથોડી અને છીણી લઈને શીરાને તોડવા બેસવું પડ્યું

6 મહિનો પહેલા

સામાન્ય રીતે શીરો સોફ્ટ હોય પણ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાઈરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક આધેડ કડાઈમાં રહેલા શીરાને ભાંગવા માટે મહેનત કરી રહ્યા છે. હાથમાં છીણી અને હથોડી રાખીને કડાઈમાં જામી ગયેલા શીરાને તોડવા જે મહેનત કરવી પડે છે તે જોઈને સોશિયલ મીડિયામાં યૂઝર્સે પણ રમૂજો કરી છે. કારીગરે કોણ જાણે શું લોચો માર્યો હતો કે શીરો કડાઈમાં જ લાકડા જેવો થઈ ગયો હતો. વીડિયોમાં એક શખ્સ રમૂજ કરતાં પણ સાંભળી શકાય છે કે આવું થાય તો અમે તો લાડવા બનાવી દઈને મહેમાનોને આપી દેતા. જો કે, અહીં સવાલ એ પણ છે કે કડકડતી ઠંડીમાં જે શીરો હથોડીથી તોડ્યા બાદ પણ તૂટતો નથી એ શીરો દાંતથી તો શું ખાઈ શકવાના હતા?