વિધાનસભા સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન:લોકડાઉન થવાને કારણે બજેટમાં ફાળવેલી રકમ પૂરી વપરાઈ નથી, કોરોના કાળમાં અન્ય દેશોમાંથી 55 હજાર NRGને પરત લવાયા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલે જણાવ્યું કે 2020નું આખું વર્ષ કોરોના મહામારી સામે લડવા માટે પસાર થયું. 67 દિવસનું સતત લોકડાઉન અને ત્યારબાદ અનેક મર્યાદાઓ વચ્ચે સરકારી તંત્રને કરવાની થતી કામગીરી અને સરકારની અનેક યોજનાઓ કે જેમાં બાંધકામ એ મુખ્ય કામગીરી હતી અને તેમાં બજેટ ફાળવણીની મોટી રકમનો ખર્ચ થવાનો હતો તે સંજોગોવસાત ઓછો થયો છે. તેથી ગયા વર્ષે વિવિધ વિભાગોમાં જે બજેટ ફાળવણી કરવામાં આવી હતી તે પૂર્ણરીતે વપરાઇ શકી નથી.

કોરોના મહામારી સમયે અન્ય દેશોમાં ગયેલા ભારતીયોને વંદે ભારત મિશન હેઠળ પરત લાવવાની કામગીરી હેઠળ 438 ફ્લાઇટ અને એક નેવલ શીપ દ્વારા 55,080 બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાત પરત લવાયા હતા. તેમના સ્ક્રીનીંગ અને ક્વોરન્ટાઇન માટે વહીવટી તંત્ર દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

કોરોના મહામારીથી ઉદભવેલી પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં નાગરિકોના વેપાર ધંધા અને રોજગારી પર થયેલી પ્રતિકૂળ અસર નિવાવા ગુજરાત આત્મનિર્ભર પેકેજ હેઠળ મહાનગરપાલિકાઓમાં 5.78 લાખ વેપારીઓના વાણિજ્ય એકમોને 157 કરોડનો અને નગરપાલિકામાં 16.60 કરોડની રાહત પ્રોપર્ટી ટેક્સમાં અપાઈ છે.

વૈશ્વિક મહામારીમાં ભારત સરકાર અને રાજ્ય સરકારે લીધેલા સમયસરના પગલાંને પરિણામે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમમાં આ મહામારીને સારીરીતે કાબુમાં લઇ શક્યું છે. રાજ્ય સરકારને સહયોગ આપવા બદલ સમગ્ર રાજ્યની જનતાને હું અભિનંદન આપું છું.

અન્ય સમાચારો પણ છે...