તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઔડાનું આયોજન:વધતી જતી વસતીને લીધે SP રિંગ રોડ પર રૂ. 660 કરોડના ખર્ચે 10 બ્રિજ બનશે; 2 વર્ષમાં કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સરદાર પટેલ રિંગરોડ અને તેની આસપાસનો વિસ્તાર વિકસિત થતો જાય છે. રિંગરોડ પર દિનપ્રતિદિન વસ્તીની સાથે વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. રિંગરોડ પર હાલ બ્રિજની સંખ્યા ઓછી છે, જેથી વધતી વસ્તી અને વાહનોની સંખ્યાને ધ્યાને રાખી શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)આગામી બે વર્ષમાં રૂ.660 કરોડના ખર્ચે 10 જંક્શન પર 10 બ્રિજ બનાવશે. કોરોનાની ત્રીજી લહેર વિઘ્ન નહીં બને તો બ્રિજનું સમયસર પ્લાનિંગ થશે.

હાલ ઔડાનો મોટાભાગનો વિસ્તાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભળી ગયો છે. પરંતુ રિંગરોડને અડીને આવેલો વિસ્તાર ઔડા હસ્તક છે. રિંગરોડ પર ધીરે ધીરે વાહન ટ્રાફિક વધી રહ્યો છે, જેને ડાયવર્ટ કરવા ઔડાએ આયોજન કરી એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી) પ્રોજેક્ટ અંતર્ગત પ્લાનિંગ, ડિઝાઇન, રૂ. 660 ખર્ચના અંદાજ અને સમય મર્યાદા સાથેની ફાઇલને સરકારની લીલીઝંડી પણ મળી ગઇ છે. ઔડા દ્વારા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરાશે.

આ 10 જંક્શન પર બ્રિજની યોજના
બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ (વસ્ત્રાલ), નિકોલ, દાસ્તાન, તપોવન, ઓગણજ (અન્ડરપાસ), શિલજ, સિંધુભવન જંક્શનનો સમા‌વેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...