તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Due To The Corona Only A Limited Number Of People Will Be Able To Burn Holika, Tourists Coming From Other States Must Have RTPCR Test Negative

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:કોરોનાના કારણે મર્યાદિત સંખ્યામાં જ લોકો હોલિકા દહન કરી શકશે, અન્ય રાજ્યમાંથી આવતાં પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!
કોરોનાના વધતાં કેસને પગલે રાજ્ય સરકારે મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના ગાઈડલાઈન મુજબ હોળીની વિધિ કરવાની મુજબ છૂટ આપી છે. ત્યારે આજે રાજ્યભરમાં લોકો કોરોનાના કહેર વચ્ચે મર્યાદિત સંખ્યામાં હોળીની ઉજવણી કરશે. તો આજે ફાગણી પૂનમે રાજ્યના મોટા મંદિરો એવા અંબાજી, સોમનાથ અને શામળાજી ખાતે ભક્તો દર્શન કરી શકશે. તો ડાકોર અને દ્વારકા મંદિર આજે બંધ રહેશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ..

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ--
ડોલરરૂ. 72.51-0.11

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

રૂ. 46,700200

આ 5 ઘટના પર નજર રહેશે

1) રાજ્યભરમાં આજે હોળીનો તહેવાર, મર્યાદિત સંખ્યામાં સરકારની ગાઈડલાઈન મુજબ થશે હોલિકા દહન 2) જેતલસર સગીરાની હત્યાની ઘટનામાં ન્યાય માટે ખોડલધામથી જેતલસર સુધી પાટીદારોની ન્યાયકૂચ નીકળશે 3) અંબાજી, સોમનાથ અને શામળાજી મંદિરમાં ભક્તો ફાગણી પૂનમે દર્શન કરી શકશે, દ્વારકા અને ડાકોર મંદિર બંધ રહેશે 4) અમદાવાદના નવા કન્ટેનમેન્ટ ઝોનમાં સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી થશે ​​​​​​​5) આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવને હવામાન વિભાગની આગાહી

હવે જોઈએ ગઈકાલના 7 ખાસ સમાચાર
1) ગુજરાતમાં કોરોના રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ નોધાઈ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 2276 નવા કેસ અને વેન્ટિલેટર પરના દર્દીઓ ડબલ થયા

ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંકડો રોજરોજ વધી રહ્યો છે અને નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2276 નવા કેસ નોઁધાયા છે. જેમાં સુરતમાં 760 અને અમદાવાદમાં 612 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1534 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. તો એક જ દિવસમાં રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને 83ના સીધા 157 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે સુરત શહેરમાં 2, અમદાવાદ અને ભાવનગર શહેર તથા ભરૂચમાં 1-1 મળી કુલ 5 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,484 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) એન્ટિલિયા કેસમાં ષડ્યંત્રમાં સામેલ સચિન વઝેને મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં મળવા ગયેલી મિસ્ટ્રી WOMAN ગુજરાતી હતી, સાથે હતું નોટો ગણવાનું મશીન
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીન ભરેલી કાર મુકવાના કેસમાં મુંબઈ ATSએ ગુજરાત કનેકશન શોધીને મનસુખ હિરેનની હત્યાના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો. હત્યા માટે વપરાયેલા સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા.ત્યારે તપાસ દરમિયાન વઝે સાથે એક મિસ્ટ્રી ગર્લ હતી. જે ગુજરાતી હોવાની પ્રાથમિક માહિતી તપાસ એજન્સીને મળી હોવાની વિગત સૂત્રોએ જણાવી છે. મહિલા સચિન વઝે સાથે હોવાના CCTV પણ તપાસ એજન્સી પાસે છે. હવે આ મિસ્ટ્રી વુમન ગુજરાતી હોવાની માહિતીના આધારે તપાસ એજન્સી ગુજરાત આવવાની તૈયારી કરી રહી હોવાની વિગતો સાંપડી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અત્યારે ક્યાંય પણ ફરવા જવાનો પ્લાન હોય તો બે વખત વિચારજો, ઋષિકેશ-મસુરી-નેપાળ બધે જ સલવાયેલા ગુજરાતીઓ
ગુજરાતીઓ એટલે હરવા-ફરવાના શોખીન અને દેશમાં ગમે તે ટૂરિસ્ટ સ્પોટ પર જાવ ત્યાં ગુજરાતી અચૂક મળી જાય. પરંતુ કોરોનાનો ફરી ઉથલો માર્યો અને ગુજરાતમાં હદ પારનો કોરોના વકર્યો તેના પરિણામો અત્યારે ફરવા ગયેલા ગુજરાતીઓએ ભોગવવા પડી રહ્યા છે. અગાઉ ઋષિકેશમાં એક સાથે 28 ગુજરાતી પ્રવાસી કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. મસુરી અને હરિદ્વારમાં પણ ગુજરાતીઓનું ટ્રેસિંગ-ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. હવે નેપાળ બોર્ડરથી સમાચાર આવ્યા છે કે પશુપતિનાથના દર્શને જઈ રહેલા 50 ગુજરાતી યાત્રીઓને નેપાળ પોલીસે પ્રવેશવા જ ન દીધા. ઊલટાનું તેમને બોર્ડરેથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) 1લી એપ્રિલથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, ટેસ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી મળશે
ગુજરાતમાં વધતાં કોરોના સંક્રમણને પગલે મહારાષ્ટ્રમાંથી રાજ્યમાં પ્રવેશતા લોકોના RT-PCR ટેસ્ટ આવશ્યક કરાયા છે. ત્યારે દેશના અન્ય રાજ્યોમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનો 1લી એપ્રિલથી કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજિયાત કરાયો છે. આ ટેસ્ટ 72 કલાકની અંદર કરાવેલો હોવો ફરજિયાત છે. આ ટેસ્ટ નેગેટિવ હશે તો જ મુસાફરને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટમાં રેલવેમાં નોકરી આપવાનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું, 12 પાસને 15 લાખમાં નોકરીની લાલચ, 6 શખસની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેલવેમાં સરકારી નોકરી આપવાને બહાને યુવાનોને ઠગતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ કરી 6 જેટલા શખસની ધરપકડ કરી છે. જેમાં 12 પાસ યુવાન પાસેથી 15 લાખ જેટલી માતબર રકમ લઈને નોકરીની લાલચ આપી અનેક આશાસ્પદ યુવાનો સાથે છેતરપિંડી આચરાતી હતી. આ ગેંગના ગુજરાત રાજય, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉતરપ્રદેશના યુવાનોને પોતાના શિકાર બનાવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) 10 વર્ષ બાદ રાજ્ય સરકાર જંત્રીના દરમાં ધરખમ વધારો કરવા સક્રિય, વિધાનસભા સત્ર બાદ નિર્ણય લેવાય તેવી શક્યતા
રાજય સરકારે 10 વર્ષ બાદ જંત્રીદરમાં જંગી વધારો કરવાનો નિર્ણય કરી લીધો હોવાનું જાણવા મળે છે, વિધાનસભાનું વર્તમાન સત્ર પૂર્ણ થયા બાદ તરત જ આ દિશામાં પ્રક્રિયા શરૂ થવાના નિર્દેશ છે. જંત્રીના દરમાં વધારો થતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ ભાવ વધારો થશે.સૂત્રો અનુસાર જંત્રીદર વધારવાનાં સરકારના નિર્ણયને મોકૂફ રખાવવા કે મામુલી વધારા માટે રીયલ એસ્ટેટ દ્વારા દબાણ કરવામાં આવે તેવી શક્યતા છે પણ સરકાર આ વખતે ઝુકવા કે બિલ્ડરોની વાત માનવામાં મૂડમાં નથી.
વાંચો સમાચાર વિગતવાર

7) CMની તર્જ પર રાજકોટમાં ગુજરાતનું પ્રથમ મેયર ડેશ બોર્ડ, લોકોની ફરિયાદનું નિરાકરણ આંગળીના ટેરવે
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો.પ્રદીપ ડવે ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કર્યો છે. જેમાં મુખ્યમંત્રી ડેશબોર્ડની માફક મુખ્યમંત્રી રૂપાણીના શહેર રાજકોટમાં લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મનપા કચેરીમાં મેયર ડેશ બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપાની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેશ બોર્ડના જે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો