તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ આવક ઘટાડી:કોરોનાના કારણે કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝૂની 5 મહિનામાં માત્ર રૂ. બે કરોડ આવક થઈ, દર વર્ષે 8 કરોડ થતી હોય છે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાંકરિયા લેકની ફાઈલ તસવીર - Divya Bhaskar
કાંકરિયા લેકની ફાઈલ તસવીર
  • કોરોનાકાળ બાદ કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝૂમાં મુલાકાતીઓની સંખ્યા વધી
  • શનિવાર અને રવિવારે 3 હજારથી વધુ લોકો મુલાકાત લે છે

કાંકરિયા લેક ફ્રન્ટમાં નોક્ટરનલ ઝૂ, બાલ વાટિકા, વોટરપાર્ક, નગીનાવાડી, ફ્રેંડ્સ ઓફઝૂ, બટરફલાય, ગ્લાઈડર રાઇડ્સની વર્ષ 2020- 2021માં માત્ર પાંચ મહિનાની રૂ. 1.96 કરોડ જેટલી આવક થઈ છે. દર વર્ષે આ આવક 7થી 8 કરોડની હોય છે પરંતુ કોરોનાના કારણે આવક ઓછી થઈ છે.

કાંકરિયા લેકફ્રન્ડ અને ઝૂમાં મુલાકાતીઓની સંખ્યા વધ્યાં
રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉન અને આંશિક લોકડાઉનના કારણે મનોરંજન અને હરવા ફરવાના સ્થળો બંધ હતા. પરંતુ કોરોનાના કેસો નહીંવત જેવા થતાં સંપૂર્ણ અનલોક થતાં અમદાવાદમાં કાંકરિયા લેક ફ્રન્ટ લોકો માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. કોરોનાકાળ બાદ કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. સાથે આવકમાં પણ વધારો થયો છે.

કાંકરિયા ઝૂની ફાઈલ તસવીર
કાંકરિયા ઝૂની ફાઈલ તસવીર

રોજના 2 હજાર મુલાકાતીઓ કાંકરિયા મુલાકાત લે છે
કાંકરિયા લેક ફ્રન્ટના ડાયરેક્ટર ડો. આર કે સાહુએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના ઓછો થયા બાદ કાંકરિયા લેક ફ્રન્ટ ખૂલતા મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી લહેર પહેલા અને અત્યારે પણ કાંકરિયામાં રોજના 2 હજાર જેટલા મુલાકાતીઓ આવે છે. તહેવારોમાં કાંકરિયા ખૂલ્લું રાખતા આશરે 5 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. શનિવાર અને રવિવારે 3 હજારથી વધુ લોકો મુલાકાત લે છે.

ક્યાં કેટલી આવક થઈ
કાંકરિયામાં વર્ષ 2020થી 2021 દરમિયાન ઝૂમાં 29,72,830, નોક્ટરનલ ઝૂની 14,06,900, બાલવાટિકાની 1,44,220, નગીનાવાડીની 14,99,041, ફ્રેંડ્સ ઓફ ઝૂ, 3,28400, પાર્કિંગ 1,68,102, બટરફ્લાય 3, 84,300 અને અન્ય આવક 30, 433 બેટરી કાર 30586 એમ કુલ 1 કરોડ 96 લાખ 26 હજાર 912ની આવક થઈ છે. વર્ષ 2020- 2021માં પાંચ મહિનામાં ઝૂમાં 4,77,615, નોક્ટરનલ ઝૂમાં 3,13,600, બાળવાટિકા અને મ્યુઝિયમમાં 51,915, બટરફ્લાય પાર્કમાં 40,920 એમ કુલ 8,84, 050 મુલાકાતીઓ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...