વિદ્યાર્થીઓની માંગ:દક્ષિણ ગુજરાતમાં વરસાદ હોવાથી વલસાડના વિદ્યાર્થીઓએ પરીક્ષા મોકુફ રાખવા માંગ કરી, GTUએ નિર્ણય ના કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
GTU ફાઈલ ફોટો - Divya Bhaskar
GTU ફાઈલ ફોટો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની MBAની અત્યારે પરીક્ષા ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડતું હોવાથી વિદ્યાર્થીઓએ GTU પાસે હવેની પરીક્ષા મોકુફ કરવા માંગણી કરી છે.

અમારી પરીક્ષા વરસાદને લઈને મોકુફ રાખો: વિદ્યાર્થીઓ
MBAમાં અભ્યાસ કરતા વલસાડના વિદ્યાર્થી ચંદન યાદવે જણાવ્યું હતું કે અમારે અંતિમ સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે.અત્યારે પરીક્ષા આપવા જવું પડે જરૂરી છે પરંતુ વરસાદના કારણે અમને સેન્ટર પર પહોંચવામાં મુશ્કેલી થાય છે.અમે અમારા પ્રિન્સિપાલને રજુઆત કરી છે તેમને GTUમાં મેલ કર્યો છે પરંતું GTU તરફથી કોઈ નિર્ણયના લેવાતા આજે પરીક્ષા આપવા જવું પડ્યું હતું.હજુ શનિવારે બીજી પરીક્ષા છે તો વરસાદના વાતાવરણને જોતા અમારી પરીક્ષા 2-3 દિવસ પછી લેવામાં આવે.

GTU નિર્ણય નહીં કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
આ અંગે યુથ કોંગ્રેસના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ભારે વરસાદ વચ્ચે અત્યારે અભ્યાસ પણ ઓફલાઇન બંધ કરવામાં આવ્યો છે ત્યારે GTU નિર્ણય ના કરતા આજે વલસાડના અનેક વિદ્યાર્થીઓ મજબૂરીમાં પરીક્ષા આપવા ગયા હતા જેમને અમારી મદદ માંગી હતી.અમે GTU માં રજુઆત કરી છે.GTU ના રજિસ્ટ્રાર કે.એન ખેરે જણાવ્યું હતું કે વલસાડની કોલેજ અંગે અમને જાણ થઈ નથી.અમને જેન કોલેજની રજુઆત મળે છે તેને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય કરીએ છીએ.વલસાડની કોલેજ માટે પણ નિર્ણય કરીશું.

અન્ય સમાચારો પણ છે...