તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ રેમડેસિવીરની માગ વધી?:દર્દીઓમાં ઓક્સિજન ઘટતા રેમડેસિવીર ઈન્જેક્શનની માગ વધી, 5000નું ઈન્જેક્શન 900માં વેચાતા લાઈનો લાગી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસના ફાર્મસી સ્ટોર પર રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લાગેલી લાઈનની તસવીર 4 એપ્રિલની છે. - Divya Bhaskar
અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસના ફાર્મસી સ્ટોર પર રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લાગેલી લાઈનની તસવીર 4 એપ્રિલની છે.
  • દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, આધાર કાર્ડ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક અને જોખમી સાબિત થઈ રહી છે. જેને પગલે દેશમાં દરરોજ 1 લાખ કેસો સામે આવવા લાગ્યા છે. જ્યારે ગુજરાતમાં દૈનિક કેસોનો આંક ત્રણ હજારની નજીક છે. ગત વર્ષ કરતાં આ વર્ષે દાખલ દર્દીઓની હાલત પણ વધુ ગંભીર છે. હાલ 75 ટકા જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, જેથી હોસ્પિટલાઈઝેશનનો 5 દિવસ જેટલો સમય ઘટાડતા રેમડેસિવીર ઈન્જેક્શનની ખૂબ માગ છે. તેમાં પણ ઝાયડસ દ્વારા 5400ના આ ઈન્જેક્શનું 899માં વેચાણ કરવામાં આવતા લોકો અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર લાઈનો લગાવી રહ્યા છે.

દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટતા ઈન્જેક્શનોની માગ વધી
આ અંગે સિનિયર ડોક્ટર તુષાર પટેલે DivyaBhaskar સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું છે. જેને કારણે બજારમાં રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લોકોની લાઈન લાગી છે. અગાઉ આ ઈન્જેક્શન ખૂબ મોંઘું મળતું હતું. પરંતુ હવે શહેરની ઝાયડસ હોસ્પિટલમાં માત્ર 900 રૂપિયામાં જ ઈન્જેક્શન મળી રહે છે, જ્યારે અન્ય જગ્યાએ આ ઇન્જેક્શન હજુ પણ 5000 રૂપિયા સુધીમાં મળે છે. જેને કારણે લોકો 900 રૂપિયાનું ઈન્જેક્શન ખરીદવાનું વધુ પસંદ કરે છે.

પૂર્વ તૈયારીના ભાગ રૂપે લોકો ખરીદી કરવા લાગ્યા
ડો.તુષારે આગળ જણાવ્યું કે, દર્દીના સગા વ્હાલાઓ પણ ઈન્જેક્શન સસ્તામાં મળી રહ્યું હોવાથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે લોકો ખરીદી રહ્યા છે. શરૂઆતના એક અઠવાડિયામાં આ ઈન્જેક્શન આપવામાં આવે છે, બાદમાં બીજા અને ત્રીજા અઠવાડિયાથી સ્ટીરોઇડના ઈન્જેક્શન આપવામાં આવે તો ઓક્સિજન લેવલમાં લાવી શકાય છે.

રેમડેસિવીર ઈન્જેક્શનના વેચાણ અંગે ઝાયડસ હોસ્પિટલની પ્રેસ રીલિઝ
રેમડેસિવીર ઈન્જેક્શનના વેચાણ અંગે ઝાયડસ હોસ્પિટલની પ્રેસ રીલિઝ

ઝાયડસમાં સવારના 8થી સાંજના 8 સુધી વેચાણ થશે
ઝાયડસ હોસ્પિટલ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે કે તેઓ હવે 5 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ ઈન્જેક્શનનું વેચાણ કરશે. તે માટે દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, આધાર કાર્ડ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે.

રેમડેસિવિરથી દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય ઘટાડી શકાય
​​​​​​​​​​​​​​​​​​​​​
ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.

રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

દરરોજ 30 હજાર ઈન્જેક્શનોનું ઉત્પાદન
ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડૉ. એચ.જી.કોશિયા મુજબ, રેમડેસિવિર ઇન્‍જેક્શનના ગુજરાત રાજ્યના ઉત્પાદક ઝાયડસ કેડિલા દ્વારા દૈનિક 30,000 ઈન્‍જેક્શનોનું ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દીદીઠ 6 ઇન્‍જેક્શનની જરૂર પડતી હોવાથી દરરોજના 5,000 દર્દીની સારવાર કરી શકાય એટલાં ઇન્જેક્શનનું ઉત્પાદન ઝાયડસ કેડિલા દ્વારા કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો