તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:માહિતીના અભાવે લોકો કાચા લાઈસન્સની ફી બેવાર ભરે છે, ત્રણ RTOમાં 1 હજાર લોકોએ બે વાર ફી ભરી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈસન્સ એક્સપાયર થયા પછી એક વર્ષમાં રિટેસ્ટ આપી શકાય
  • કાચા લાઈસન્સની ફી વખતે પાકાની ફી લેવામાં આવતી હોય છે
  • ડ્રાઈવિંગ ટેસ્ટની ફી અલગથી ભરવાની હોતી નથી

ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયા બાદ રિટેસ્ટ માટે કાચા લાઇસન્સની મર્યાદા એક વર્ષની હોય છે. પરંતુ અમદાવાદની ત્રણેય આરટીઓમાં મહિને 1000થી વધુ અરજદારો કાચા લાઇસન્સની ફી બેવાર ભરતા હોય છે. જેમાં સિનિયર સિટીઝનોની સંખ્યા વધુ હોય છે.

ડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પૂરી થયા પછી એક વર્ષમાં રિન્યૂ કરાવી શકાય છે. પરંતુ રિન્યૂ ન થાય તો લાઇસન્સ એક્સપાયર થઇ જાય છે. આવા અરજદારોને પરીક્ષા વગર કાચું લાઇસન્સ મળે છે. એક વર્ષની અંદર અરજદાર ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકે છે. કાચા લાઇસન્સની ફી વખતે પાકાં લાઇસન્સ ફી લેવાય છે.

બીજી તરફ કેટલાક અરજદારો છ મહિના સુધી કાચું લાઇસન્સ લેતા નથી અને છ મહિના પછી ફરી પૈસા ભરી કાચું લાઇસન્સ મેળવતા હોય છે. પરંતુ આવા અરજદારોએ છ મહિના પછી કાચું લાઇસન્સ મેળવવા માત્ર તેની જ ફી ભરવાની હોય છે. પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટની ફી ભરવાની રહેતી નથી. કારણકે આ ફી અગાઉ લેવાઇ ગઇ હોય છે. જો ડ્રાઇવિંગ ટેસ્ટમાં નાપાસ થાય તો કાચાં લાઇસન્સની એક વર્ષની મર્યાદામાં વારંવાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે. મોટાભાગના અરજદારો સિનિયર સિટીઝનો વધુ હોવાથી તેઓને વધુ ધ્યાન રાખવા જેવું છે.

અન્ય સમાચારો પણ છે...