અનોખો ખાખીપ્રેમ:ખાખી વરદી પ્રત્યે વિશેષ લગાવને લીધે ડેપ્યૂટી મામલતદારની નોકરી છોડી મહિલા PI બન્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિલ્પાબેન સહિત તેમની દીકરીની તસવીર - Divya Bhaskar
શિલ્પાબેન સહિત તેમની દીકરીની તસવીર

ગાંધીનગર નજીક કરાઈ પોલીસ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાંથી આ વર્ષે 105 પોલીસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં એક નાનકડી બાળકી પોલીસના ડ્રેસમાં આવી હતી, જ્યારે પરેડ પૂરી થઈ ત્યારે નવનિયુક્ત પોલીસ ઈન્સ્પેક્ટર શિલ્પાબેન મહાદેવભાઈ દેસાઈએ તેને તેડી લીધી ત્યારે લોકોને જાણ થઈ કે આ બ‌ાળકી પીઆઈ શિલ્પાબેનની દીકરી છે.

ડેપ્યુટી મામલતદાર તરીકે નોકરી કરતાં શિલ્પાબેન દેસાઈને ખાખી વર્દી પ્રત્યે લગાવ હતો, કારણ કે તેમનાં પિયર અને સાસરીપક્ષના મોટાભાગના લોકો પોલીસ વિભાગમાં છે. શિલ્પાબેનને પણ પોલીસનો યુનિફોર્મ પહેરવો હતો એટલે જ તેમણે ડેપ્યુટી મામલતદારની નોકરી ત્યજી પોલીસ અધિકારી બનવાનું નક્કી કર્યું એ સમયે તેમની દીકરી નાની હતી જો કે દીકરીના ઉછેરમાં કોઈ કચાશ ન રહે તેની તકેદારી સાથેસાથે પોલીસ ઈન્સ્પેક્ટરની તૈયારી કરી હતી. અંતે 27 મહિનાની ટ્રેનિંગ બાદ પોલીસ ઈન્સપેકટર તરીકે પાસિંગ આઉટ પરેડમાંથી બહાર આવ્યા બાદ શિલ્પાબેનને તેમની દીકરી વળગી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...