કોંગ્રેસનો આક્ષેપ:સરકારની પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રત્યે ઉદાસીનતા,અણઘડનીતિને કારણે ખેલાડીઓ રમતથી વંચિત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી - Divya Bhaskar
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

આંતરરાષ્ટ્રિય કક્ષાએ પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવતી ભાજપ સરકારના લીધે રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે તેવા ખેલાડી એશીયન જીમ્નેસ્ટીક ચેમ્પીયનશીપમાં ભાગ લેવાથી વંચિત રહ્યાં ની ચોકાવનારી વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી એ જણાવ્યું હતું કે વિવિધ રમતો માટે કરોડો રૂપિયાની જાહેરાતો, હોર્ડિંગ્સ દ્વારા માત્ર પોતાની વાહવાહીમાં વ્યસ્ત ભાજપ સરકારની અણઘડનીતિને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર એશિયન એરોબિક ચેમ્પિયનશિપ જે સપ્ટેમ્બર ત્રણ થી પાંચ થાઈલેન્ડમાં આયોજિત થનાર છે તેમાં સુરતના તેજસ્વી રમતવીર નિશાંત ચૌહાણ ભાગ લેવાથી વંચિત રહ્યા છે.

આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી
થાઈલેન્ડમાં યોજાનાર એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં સુરતનાં રમતવીરો પસંદગી પામેલ હતા જેમાંથી બે રમતવીરોની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી સુરતના બે રમતવીરોની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી ત્યારે તેને સરકારી સહાય મળવી જોઈએ, સ્થાનિક સુરત મ્યુનિ. કોર્પોરેશનની મદદ મળવી જોઈએ રાજ્ય સરકારની મદદ મળવી જોઈએ પરંતુ રાજ્ય સરકારના રમત ગમત વિભાગ દ્વારા એકપણ રૂપિયાની મદદ ન મળી. એક ખેલાડી- વિધાર્થીને સ્થાનિક શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ કેવા 1.5 લાખ રૂપિયાની મદદ કરી આપવામાં આવી પરંતુ તેના જેવા જ અન્ય તેજસ્વી રમતવીર ચૌહાણ નિશાંત આર્થિક સહાય ન મળતા આંતરરાષ્ટ્રીય એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં ભાગ લેવાથી વંચિત રહી ગયો હતો.

કઈ રીતે જીતશે ગુજરાત
તેજસ્વી રમતવીર ચૌહાણ નિશાંત ભૂતકાળમાં ઉત્તમ રમત રમી ગુજરાત માટે ગોલ્ડ અને રજત મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં થાઈલેન્ડમાં આયોજિત એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં ગુજરાતનાં તેજસ્વી રમતવીર નિશાંતને રમવાનો મોકો મળ્યો હોત તો વૈશ્વિક કક્ષાએ ગુજરાતને ગૌરવવંતું સ્થાન આપવી શક્યો હોત. પરંતુ જાહેરાતો અને સૂત્રોમાં રાચતી ભાજપા સરકાર પ્રતિભાશાળી રમતવીરો પ્રત્યે ઉદાસીનતાને લીધે ગુજરાતનો યુવાન આંતરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ ન લઈ શક્યો અને ભાજપ સરકાર વાતો કરે છે 'રમશે ગુજરાતની, જીતશે ગુજરાત' જો આજ રીતે ગુજરાતનો યુવાન રમત જ નહીં રમી શકે તો કઈ રીતે જીતશે ? રાજ્યના રમતગમત મંત્રી પણ સુરતથી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે પણ આર્થિક રીતે નબળા પ્રતિભાશાળી ખેલાડીને તેમના વિભાગ દ્વારા કોઈ મદદ ન મળી તે ખુબ જ દુઃખદ બાબત છે.

ગુજરાતમાં રમતની દયનીય પરિસ્થિતિ
ગુજરાતમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની જાહેરાતો વચ્ચે રમતવીરો આર્થિક તકલીફને કારણે રમી ન શકે તે કેટલે અંશે વ્યાજબી? ગુજરાત જીમનેશિય એસોસિએશન દ્વારા ભાજપ સરકાર અને સુરત મ્યુનિ. કોર્પોરેશનને લેખીત પત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાતના યુવાનો 25 વર્ષ જુના સાધનોનો ઉપયોગ કરીને સ્પર્ધા માટે પ્રેક્ટીસ કરી રહ્યાં છે, સુરત ખાતેના ઇનડોર સ્ટેડીયમની સ્થિતિ અતિ કથળી ગયેલ છે ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે ખેલાડીઓને તૈયાર કરવા માટે નવા સાધનો આવશ્યક છે. આ રજુઆત પછી પણ ભાજપ શાસીત કોર્પોરેશનના શાસકો સંપૂર્ણ પણે કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહ્યાં છે. જે ગુજરાતમાં રમતની દયનીય પરિસ્થિતિ વર્ણવે છે.

અન્ય સમાચારો પણ છે...