તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે અખાત્રીજ:અમદાવાદમાં કોરોનાને લીધે દર વર્ષના 1500ને બદલે માંડ 100 લગ્ન થશે, સોના-ચાંદી બજારો કે દુકાનો પણ નહીં ખૂલે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇળ તસવીર - Divya Bhaskar
ફાઇળ તસવીર
  • સોના-ચાંદી માટે ઓનલાઇન બુકિંગ છતાં ધંધો દર વર્ષના માંડ 10 ટકા થવાનો અંદાજ

શુક્રવારે અખાત્રીજ છે. લગ્ન માટે અખાત્રીજ વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. દર વર્ષે શહેરમાં અખાત્રીજના દિવસે અંદાજે 1200થી 1500 લગ્ન થતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે લદાયેલા નિયંત્રણોને પગલે માંડ 100થી 200 લગ્નનો અંદાજ છે.

સોનાચાંદીના વેપારીઓને અખાત્રીજે દુકાન ચાલુ રાખવા મંજૂરી મળી નથી. મોટાભાગના જ્વેલર્સે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશને બે કલાક દુકાનો ખોલવા પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. એસોસિએશનના સેક્રેટરી નિશાત સોનીના જણાવ્યા અનુસાર, શુક્રવારે 20 કિલો સોનાના વેચાણનો અંદાજ છે જે દર વર્ષના વેચાણના 10 ટકા જ છે.

જગન્નાથ મંદિરમાં આજે ચંદનયાત્રા પણ ભક્તો હાજર રહી શકશે નહીં
અખાત્રીજે યોજાતી ચંદનયાત્રાને રથયાત્રાનું સૌપ્રથમ ચરણ ગણવામાં આવે છે. અખાત્રીજે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માગે છે. ભગવાનના ત્રણેય રથને શણગારવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. જોકે, આ વખતે ચંદનયાત્રા કે રથપૂજનમાં કોઇ ભક્તો ઉપસ્થિત નહીં રહે અને 3-4વ્યક્તિ જ હાજર રહેશે.

ગોરમહારાજની આવક ઘટશે
બ્રાહ્મણોના અગ્રણી ભોલા મહારાજના જણાવ્યા અનુસાર લગ્નની સંખ્યા ઘટતા ગોર મહારાજની આવક પર પણ અસર પડશે. સામાન્ય દિવસોમાં એક ગોર મહારાજ અખાત્રીજે 3-4 લગ્ન કરાવતા હોય છે. હાલ સરકારે લગ્ન સમારંભમાં 50 મહેમાનની મર્યાદા બાંધી હોવાથી પણ લગ્નની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...