તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Serious Situation Due To Corona In Ahmedabad, Now 150 Patients Are Being Admitted Daily In Private Hospital, 57 Patients On Ventilator In Two Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદમાં કોરોનાને લઈ ગંભીર પરિસ્થિતિ, ખાનગી હોસ્પિટલમાં રોજના હવે 150 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે, બે દિવસમાં 57 દર્દીઓ વેન્ટિલેટર પર

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીની ફાઈલ તસવીર
 • કોરોનાની સારવાર કરતી 91 હોસ્પિટલમાંથી 15 જેટલી હોસ્પિટલોમા બેડ ખાલી નથી
 • કોરોનાનો કહેર વધતાં આગામી દિવસમાં હોસ્પિટલો અને બેડની સંખ્યા વધારી 4000 બેડ કરવામાં આવશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકો સાથે મેચના આયોજન બાદ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે. હોળી- ધૂળેટીના તહેવાર બાદ રાજ્યમાં કોરોના વકર્યો છે. જેમાં અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જઇ રહી છે. છેલ્લા બે દિવસમાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને તેના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો થયો છે.

અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોના બેડ વધારવાની ફરજ પડી છે. બે દિવસ પહેલા રોજના 100 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં હતાં, જ્યારે 1 એપ્રિલની સવાર સુધીમાં રોજના 150 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે. કોરોનાની સારવાર કરતી 91 હોસ્પિટલમાંથી 15 જેટલી હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ગઈ છે અને બેડ ખાલી નથી. જ્યારે 10 એવી હોસ્પિટલ છે જેમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. જે આજના દિવસ સુધીમાં ભરાઈ જાય તેવી શક્યતા છે. બે દિવસમાં જ ખાનગી હોસ્પિટલમાં 57 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે.

કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર

ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ
AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ Divyabhasakar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ દાખલ થવાની સંખ્યામાં વધારો થયો છે. બે દિવસમાં અચાનક જ દર્દીઓની સંખ્યા વધી છે. ખાનગી હોસ્પિટલમાં હવે 3200ની જગ્યાએ 4000 જેટલા બેડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરમાં લક્ષણો બદલાયા છે, પરંતુ માઈલ્ડ લક્ષણો સાથે વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાની ગંભીર પરિસ્થિતિ
અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાની ગંભીર પરિસ્થિતિ

બે દિવસમાં 9 હોસ્પિટલોને 322 બેડ વધારવા પડ્યા
રાજયમાં રોજના 2400થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. અમદાવાદમાં દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ થતાં હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો વધારવામાં આવી છે. માત્ર બે જ દિવસમાં 9 હોસ્પિટલો અને 322 બેડ વધારવાની ફરજ પડી છે.

AMC મુજબ હોસ્પિટલોમાં 1198 બેડ ખાલી
1 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 91 ખાનગી હોસ્પિટલમાં 3288 માંથી 1198 જેટલા બેડ ખાલી છે. જ્યારે 4 જેટલા કોવિડ સેન્ટરમાં 194 બેડમાંથી 37 પર દર્દીઓ એડમીટ છે અને 157 જેટલા બેડ ખાલી છે. કુલ 3288 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 785 બેડ, HDUમાં 826, ICUમાં 317 અને ICUમાં વેન્ટિલેટર પર 162 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં 37 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે.

કઈ હોસ્પિટલમાં બેડ ફૂલ થયા

 • સોલા સિમ્સ હોસ્પિટલ
 • સુશ્રુષા હોસ્પિટલ
 • સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ
 • DHS મલ્ટી સ્પેશિયાલ્ટી હોસ્પિટલ
 • સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલ્ટી હોસ્પિટલ
 • નારાયણા મેડિકલ હોસ્પિટલ
 • ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ
 • ત્રિશા હોસ્પિટલ
 • બોડીલાઈન હોસ્પિટલ
 • રત્ના મલ્ટી સ્પેશિયાલ્ટી હોસ્પિટલ
 • અર્થમ હોસ્પિટલ
પ્રાઈવેટ હોસ્પિટલોમાં એડમિટ દર્દીઓ
પ્રાઈવેટ હોસ્પિટલોમાં એડમિટ દર્દીઓ
સાલ હોસ્પિટલમાં 174 દર્દીઓ એડમિટ
સાલ હોસ્પિટલમાં 174 દર્દીઓ એડમિટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો