શાળા સંચાલકોની રજૂઆત:કોરોનાને કારણે ધો. 9થી 12માં વધારવામાં આવેલા વર્ગ બંધ કરવાને બદલે મુદતમાં વધારો કરો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોનાને કારણે અનેક બાળકોને માતા પિતાએ સ્કૂલ છોડાવી હતી ત્યારે ધોરણ 9 થી 12ના વર્ગમાં નિશ્ચિત કરેલ સંખ્યા ના હોય તો વર્ગ બંધ કરવાની જોગવાઈ છે. પરંતુ કોરોનાને કારણે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે શિક્ષણ વિભાગ ફરીથી અગાઉના નિયમ મુજબ વર્ગ બંધ કરવા તૈયારી કરી રહ્યો છે ત્યારે શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને વર્ગની સંખ્યાના આધારે વર્ગ નહીં ઘટાડીને મુદત લંબાવવા માંગણી કરી છે.

વર્ગ બંધ કરવાની તૈયારી કરાઈ રહી છે
શૈક્ષણિક વર્ષ 2020-21 અને 2021-22ના વર્ષ માટે ધોરણ 9 થી 12ના વર્ગમાં ગ્રામ્ય વિસ્તારમાં 18 અને 2 વર્ગ હોય તો 42+18 તથા શહેરી વિસ્તારમાં એક વર્ગ માટે 25 અને 2 વર્ગ હોય તો 42+25ની સંખ્યા હોવાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે કેસ ઓછા થતા રાબેતા મુજબ સ્કૂલ શરૂ થઈ છે પરંતુ હજુ અનેક સ્કૂલોમાં કોરોના અગાઉ વર્ગ માટે નિયમ મુજબ સંખ્યા હોવી જોઈએ તેનાથી ઓછી છે.શિક્ષણ વિભાગ દ્વારા હવે સ્કૂલોના વર્ગની સંખ્યા ઓછી હોય તો નિયમ મુજબ બંધ કરવા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

1000થી વધુ શિક્ષકો નોકરી વગરના થઈ જશે
સ્કૂલોના વર્ગ બંધ થાય તો 1000થી વધુ શિક્ષકો નોકરી વગરના થઈ જશે.હજુ કોરોનાની અસર હજુ ચાલી રહી છે ત્યારે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જુના નિયમ મુજબ નહિ પરંતુ કોરોનાના 2 વર્ષમાં શહેરી વિસ્તારમાં 25 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 રાખવામાં આવી હતી તે જ હજુ રાખવી જોઈએ.જે વર્ગ ઘટાડવા હિયરિંગ થયા તેમાં નવો હુકમ કરીને જૂનો હુકમ સ્થગિત કરવા માંગણી કરવામાં આવી છે. આગામી 2 વર્ષ સુધી હજુ સંખ્યા નવા નિયમ મુજબ જ ગણવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...