• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Due To Continuous Shortcomings In The Admission Process, A Meeting Of The Syndicate Members And All The Deans Will Be Held At Gujarat University Today

હવે ખામીઓ દુર થશે:ગુજરાત યુનિ.માં ઓફલાઈન એડમિશનમાં વિદ્યાર્થીઓને પડતી હાલાકી પર સિન્ડિકેટ સભ્યો અને ડીન વચ્ચે બેઠક, 18મી ઓક્ટોબરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • એડમિશન પ્રક્રિયામાં વારંવાર આવતી ખામીઓને કારણે વિદ્યાર્થીઓને હેરાનગતિ થાય છે

ગુજરાત યુનિવર્સિટીમાં મોચા ભાગના કોર્સમાં પ્રથમ અને બીજા મેરિટમાં નાની મોટી ખામીઓ જોવા મળી હતી. યુનિવર્સિટી દ્વારા થતી ભૂલથી વિદ્યાર્થીઓ પરેશાન થતાં હતાં. જેથી વિદ્યાર્થી સંગઠન દ્વારા રોજ રજુઆતો કરવામાં આવતી હતી. ગઈ કાલે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે એડમિશન પ્રક્રિયામાં આવતી ખામીઓ અને તેના નિવારણ માટે સિન્ડિકેટ સભ્યો અને તમામ વિભાગના ડીનની બેઠક મળી હતી.

વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દુર કરાશે
આ બેઠકમાં એડમિશન પ્રક્રિયા પર ચર્ચા ચાલી હતી. હાલમાં એડમિશન પ્રક્રિયા જે પ્રમાણે ધીમી ગતિએ ચાલી રહી છે અને તેમાં વિદ્યાર્થીઓને કેટલીક મુશ્કેલીઓ આવે છે તેને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા સોંપવામાં આવી છે તે કંપનીને માર્ગદર્શન આપવાનું તથા આગામી દિવસમાં કેવી રીતે આયોજન કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત 18 ઓકટોબરથી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે તેમાં કેવી વ્યવસ્થા કરવી તે અંગેનો ચર્ચા કરવામાં આવી હતી.

NSUI દ્વારા યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો
એડમિશન પ્રક્રિયામાં રજિસ્ટ્રેશનથી લઈને મેરીટ સુધીમાં અનેક નાની મોટી ખામીઓ જોવા મળી હતી. આ ખામીઓને કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને NSUI દ્વારા અનેક વખત યુનિવર્સિટીમાં રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે પણ NSUI દ્વારા યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આમ સતત આવી રહેલ ખામીઓને ધ્યાને રાખીને આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ સિન્ડિકેટ સભ્યો તથા તમામ ફેકલ્ટીના ડીનની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરાશે
આ બેઠકમાં વિદ્યાર્થીઓને સતાવતા પ્રશ્નો અને તેના નિવારણ માટે ચર્ચા કરવામાં આવશે. એડમિશન પ્રક્રિયામાં વારંવાર આવતી ખામીઓને દૂર કરવા અંગે નિર્ણય કરવામાં આવશે અને હવે એડમિશન પ્રક્રિયા કઈ રીતે આગળ લઈ જવી અને કઈ રીતે પૂર્ણ કરવી તથા શિક્ષણ ક્યારથી શરૂ કરવું આ તમામ બાબતો પર ચર્ચાએ કરીને નિર્ણય કરવામાં આવશે.

પદવીદાન સમારોહના ફોર્મ માટે જાહેરાત કરી તો વેબસાઈટ બંધ થઇ હતી
આ પહેલા પદવીદાન સમારોહના ફોર્મ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને તેની માહિતી પણ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવી છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ બંધ આવી રહી હતી. સર્વરના કારણે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ બંધ થઇ હતી. વેબસાઈટ બંધ થતા એડમિશન પ્રક્રિયામાં જોડાયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...