ફ્લાઈટ ડાઈવર્ટ:એર ટ્રાફિકના કારણે જયપુરથી અમદાવાદ આવતી ફ્લાઈટ મુંબઈ ડાઈવર્ટ કરવી પડી

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ભાવિન પટેલ
  • કૉપી લિંક
  • આકાશમાં ચક્કર મારવા છતાં 5 ફલાઈટોના ટેકઓફથી લેન્ડિંગ ન મળ્યું
  • ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર ડાઈવર્ટ કરાયા બાદ 6 કલાક પછી 76 પેસેન્જરને અમદાવાદ લવાયા

અમદાવાદ એરપોર્ટ પર બુધવારે સવારે 11 કલાકે રન-વે ક્લોઝરથી એર ટ્રાફિક સર્જાયો હતો જેના કારણે સ્પાઇસ જેટની જયપુર-અમદાવાદ આવતી ફલાઇટ (SG 3762) ને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા મુંબઇ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવી પડી હતી. આમ ફલાઇટમાં સવાર 76 પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા.

એરપોર્ટ પર દર બુધવારે સવારે 11 થી 3 સુધી ફરજિયાત રન-વે ક્લોઝ કરી દેવાય છે તો ધુમ્મસને પગલે મોટાભાગની ફલાઇટો પણ મોડી પડી રહી છે બુધવારે સવારે એકસાથે ત્રણ ફલાઇટો ટેક્સી-વે પર ટેકઓફ માટે તૈયાર હતી અન્ય બે ફલાઇટો પાર્કિંગમાં ડોર ક્લોઝ કરીને ઉભી હતી. એરપોર્ટ પર સવારે 7.40 કલાકે જયપુરથી આવતી સ્પાઇસ જેટની ફલાઈટ લેન્ડિંગ ક્લિયરન્સ ન આપી હોલ્ટ કરવા જણાવ્યું હતું.

રન-વે પર 5 ફલાઇટોના ટેકઓફથી આ ફલાઇટને લેન્ડિંગમાં વિલંબ થાત અને ઇંધણ બાળવંુ પડત. ફલાઇટના કેપ્ટને આકાશમાં બે ચક્કર મારી મુંબઇ એરપોર્ટ પર લઇ જવાની ફરજ પડી હતી. ફલાઇટને મુંબઇ લઇ ગયા બાદ અમદાવાદ એરપોર્ટનો રન-વે સવારે 11 થી 3 વાગ્યા સુધી બંધ હોવાથી તમામને મુંબઇ એરપોર્ટ પર 6 કલાક બેસાડી રાખ્યા હતા. આ ફલાઇટ બપોરે મુંબઇથી 4 કલાકે અમદાવાદ આવી હતી.

એક ફલાઇટના ટેકઓફથી રન-વે મોડો બંધ કરાયો
અમદાવાદ એરપોર્ટ પર જજીરા એરવેઝની કુવૈતની ફલાઇટ બુધવારે સવારે 3 કલાક મોડી પડી હતી. બુધવારે મેઇન્ટેન્સના ભાગરૂપે રન-વે સવારે 11 કલાકે રન-વે બંધ થવાનો સમય હોવાથી અમદાવાદથી કુવૈત જતાં 100થી વધુ મુસાફરો રહી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અગાઉથી એરપોર્ટ મેનેજમેન્ટની મંજૂરી લઈ ફલાઇટે ટેકઓફ કર્યા બાદ રન-વે ક્લોઝ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...