ભાસ્કર ઇન્ફર્નેશન ટુ ઇનસાઇટ:ડ્રાય સ્ટેટ? - ગુજરાતમાં વર્ષે 25થી 27 હજાર કરોડનો દારૂનો ધંધો, અંદાજે 20 લાખથી વધુ ‘દારૂના બંધાણી’

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: ઝુલ્ફીકાર તુંવર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યભરમાં અમદાવાદમાં સૌથી વધુ 13 હજાર પાસે પરમિટ

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં અંદાજે 5.8 ટકા પુરુષો અને 0.6 ટકા મહિલાઓને દારૂ પીવાની આદત છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ વિગતો બહાર આવી હતી. 15 વર્ષથી ઉપરના પુરુષોમાં ગ્રામ્ય વિસ્તારોમાં 6.8 ટકા પ્રમાણ છે જ્યારે 4.6 ટકા શહેરી વિસ્તારોમાં છે.

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તીકરણ વિભાગના એક સર્વે મુજબ, રાજ્યમાં અંદાજે 20 લાખથી વધારે લોકો દારૂના બંધાણી છે. એક અંદાજ પ્રમાણે, ગુજરાતમાં વર્ષે દહાડે 25થી 27 હજાર કરોડનો દારૂનો ધંધો ધમધમે છે. દર વર્ષે રૂ. 2500થી 3000 કરોડ તો હપતા આપવામાં જ જતા રહે છે.

સરકારે 15મા નાણાપંચ સમક્ષ રજૂઆત પણ કરી હતી કે દારૂબંધીથી રાજ્યને જતા નુકસાનની ભરપાઈ પેટે 9 હજાર કરોડ વળતર પેટે ચૂકવવામાં આવે. લઠ્ઠાથી 2016થી 2020 સુધી 5 વર્ષમાં 50 લોકોનાં મૃત્યુ થયાં છે. અગાઉ 2012માં 143, 2011માં 221, 2010માં 107 લોકોનાં મૃત્યુ લઠ્ઠાના કારણે થયા હતા.

આ જિલ્લાઓમાંથી પકડાયો સૌથી વધુ દારૂ

જિલ્લોવિદેશી દારૂદેશી દારૂબિયર
અમદાવાદ27.56 કરોડ46.57 લાખ77.03 લાખ
રાજકોટ16.17 કરોડ25.18 લાખ12.86 લાખ
સુરત15.90 કરોડ49.41 લાખ1.13 કરોડ
કચ્છ15.00 કરોડ17.13 લાખ56.74 લાખ
વલસાડ14.55 કરોડ87.03 લાખ1.42 કરોડ
બનાસકાંઠા12.40 કરોડ47.71 લાખ48.08 લાખ
સુરેન્દ્રનગર11.97 કરોડ7.75 લાખ52.11 લાખ
વડોદરા11.81 કરોડ30.06 લાખ1.30 કરોડ
ગુજરાત કુલ215 કરોડ4.33 કરોડ16.20 કરોડ

(દારૂનો જથ્થો રૂપિયામાં, 2020-2021ના આંકડા, વિધાનસભા પ્રશ્નોત્તરીને આધારે)

બે વર્ષમાં હેલ્થ પરમિટમાં 74 ટકાનો વધારો નોંધાયો
રાજ્યમાં હેલ્થ પરમિટ ધરાવતા 40 હજારથી વધુ છે, જેમાંથી 70% પરમિટ તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લામાં છે. 33% હેલ્થ પરમિટ એકલા અમદાવાદમાં છે. સૌથી વધારે 13034 હેલ્થ પરમિટ અમદાવાદ જિલ્લામાં છે. સુરતમાં 8054, પોરબંદરમાં 1989 લોકો હેલ્થ પરમિટ ધરાવે છે. રાજ્યમાં ‘તબિયત માટે દારૂ’નું પરમિટ લેનારા લોકોમાં કોરોનાકાળમાં 16 હજારનો વધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બર, 2019માં કુલ પરમિટ 23 હજાર હતી, જે વધીને 40 હજાર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...