તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઈરલ:અમદાવાદના ​​​​​​​નરોડામાં નશાની હાલમાં યુવક મોબાઈલ ટાવર પર ચઢ્યો, ફાયર ટીમે 45 મિનિટ રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યો

3 મહિનો પહેલા
  • યુવક માનસિક અસ્વસ્થ અને દારૂ પીધેલો યુવક હતો

નરોડા ઔડાના મકાન પાસે ટાવર પર એક યુવક ચઢી જતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને યુવકને નીચે ઉતારવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. યુવક નશાની હાલતમાં ટાવર પર ચડ્યાની આશંકા છે. ત્યારે રેસ્ક્યુ ટીમે 45 મિનિટ સુધી કાઉન્સેલીંગ કર્યા બાદ યુવકને નીચે ઉતાર્યો હતો.

નરોડા વિસ્તારમાં આવેલા એક મોબાઈલ ટાવર પર માનસિક અસ્વસ્થ યુવક નશાની હાલમાં ચઢી ગયો હતો. ઘટનાને પગલે વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ નરોડ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અંદાજે 45 મિનિટ સુધી યુવકને સમજાવી સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...