દારૂ પીને યુવતીની ધમાલ:અમદાવાદમાં પરિણીતાએ દારૂના નશામાં પિયર જઈને આખું ઘર માથે લીધું, માતાએ અડધી રાત્રે પોલીસ બોલાવી જેલ ભેગી કરી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વસ્ત્રાલની યુવતીને દારૂ પીવાની લત હતી
  • મહિલાએ રામોલ પોલીસને ફોન કરી દીકરીની ફરિયાદ કરી

દારૂના નશાની લતમાં અનેક ઘર બરબાદ થયા છે, ત્યારે શહેરમાં દારૂના રવાડે ચડેલી એક મહિલાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ પરિણીત મહિલા સાસરી છોડીને મહિનાઓથી પિયરમાં રહેતી હતી અને રાત્રે દારૂ પીને ધમાલ કરતા મહિલાની માતાએ જાતે પોલીસ બોલાવી તેની સામે ફરિયાદ નોંધાવીને જેલમાં પૂરાવી દીધી.

દારૂ પીને યુવતીએ ધમાલ મચાવી
ઘટનાની વિગતો મુજબ, કોકિલાબેન (નામ બદલ્યું છે) નામની મહિલા વસ્ત્રાલમાં રહે છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરી છે. જેમાંથી એક દીકરી સંગીતા (નામ બદલ્યું છે)ના લગ્ન બાપુનગરના એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. સંગીતાને દારૂ પીવાની ટેવ હતી અને ત્રણ દિવસથી તે સાસરીમાં ગઈ હતી. જોકે 5મી મેના રોજ કોકિલાબેન સૂતા હતા ત્યારે તેમને એક મહિલાની બૂમો પાડવાનો અવાજ સંભળાયો.

માતાએ દીકરી સામે પોલીસમાં ફરિયાદ કરી
જ્યારે કોકિલાબેન ઘરની બહાર નીકળ્યા અને જોયું તો તેમની દીકરી સંગીતા હતી. તેની નજીક જતા તે દારૂના નશામાં હોવાની જાણ થઈ. એવામાં તેમણે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સંગીતા વધુ જોરથી બુમો પાડીને પરિવાર સાથે જાહેરમાં જ બિભત્સ વર્તન કરવા લાગી. આથી કંટાળીને કોકિલાબેને પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી. રામોલ પોલીસે સ્થળ પર પહોંચીને સંગીતા વિરુદ્ધ દારૂબંધીના કાયદાના ભંગ બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...