અકસ્માત:દારૂ પીને પોલીસ લખેલી કારના ચાલકે દંપતી, 3 બાળકને ઉડાવ્યાં

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘટના પછી રોષે ભરાયેલા લોકોએ કારની તોડફોડ કરી હતી. - Divya Bhaskar
ઘટના પછી રોષે ભરાયેલા લોકોએ કારની તોડફોડ કરી હતી.
  • નરોડા-દહેગામ રોડ પરના હંસપુરા પાટિયા ખાતેની ઘટના

નરોડા દહેગામ રોડ ઉપર આવેલાં હંસપુરા પાટિયા પાસેથી ગાડીમાં પોલીસ લખેલી નેમ-પ્લેટવાળી ગાડીના ચાલકે વૃદ્ધ દંપતી અને ત્રણ બાળકોને અડફેટે લીધા હતા, જો કે આ ઘટનાના પગલે લોકો ભેગા થતાં ગાડી ચાલક તેમ જ અન્ય ત્રણ માણસો ગાડી મુકીને ભાગી ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ ગાડીની તોડફોડ કરી હતી. અકસ્માત સમયે ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે ગાડીમાં સવાર ચારેય માણસો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા.

જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પાંચેય જણાને 108માં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે પૂર્વ ટ્રાફિક ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, કારમાં પોલીસ લખેલી પ્લેટ હતી, પરંતુ આ કાર કોઇ પોલીસ કર્મચારીની હતી કે નહીં, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ પીઆઈ, એસીપી સહિતના અધિકારીઓને તપાસમાં મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...