ATSની કાર્યવાહી:અમદાવાદના વસ્ત્રાપુરમાંથી એમેઝોનના પેકિગની આડમાં ડ્રગ્સ સપ્લાયનું રેકેટ પકડાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી આકાશની તસવીર - Divya Bhaskar
આરોપી આકાશની તસવીર
  • વસ્ત્રાપુરમાંથી એમેઝોનના પેકિગની આડમાં ડ્રગ્સ સપ્લાયનું રેકેટ પકડાયું
  • 8 લાખના ડ્રગ્સ સાથે બેને ઝડપ્યાં, મુખ્ય આરોપીની રાજુલાથી ધરપકડ કરી

ખોટી ઈ-કોમર્સ વેબ સાઈટ બનાવીને એમેઝોનના પેકીંગમાં રમકડા - મોબાઈલ કવર સહિતની ચીજ વસ્તુઓની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ એટીએસ એ પકડી પાડયું છે. વસ્ત્રાપુર તળાવ પાસેના સંસર્ય એપાર્ટમેન્ટના એક ફલેટમાં એટીએસની ટીમે દરોડો પાડીને એમ્ફેટામાઈન, ઓપિઓઈડ ડેરીવેટીગ્ઝ, ગાંજો અને ચરસ મળીને કુલ 3.637 કિલો ડ્રગ્સ( કિંમત 8.25 લાખ) સાથે 2 આરોપી સોહિલ ઉર્ફે સાહિલ જુબેરભાઈ શીરમાન અને બસીત સમા(સંધી સોસાયટી, મોટા લીલાયા, અમરેલી) ને ઝડપી લીધા હતા.

આરોપી આકાશ વિંઝાવાની તસવીર
આરોપી આકાશ વિંઝાવાની તસવીર

બંનેની પૂછપરછમાં ડ્રગ્સનો વેપાર રાજુલાના આકાશ વિંઝવા અને કરણ વાઘ ઉર્ફે નાનાભાઈ વાઘ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે એટીએસની ટીમે રાજુલા ખાતેથી આ કૌભાંડના મુખ્ય સૂત્ર‌ધાર આકાશ વિંઝવાને પણ ઝડપી લીધો હતો. આકાશ વિંઝવા અને તેનો ભાગીદાર કરણ વાઘ ડ્રગ્સના બંધાણી હોવાથી નશો કરવા અને ડબલ પૈસા કમાવવા તેમણે દોઢ વર્ષથી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો.

રમકડાંના બોક્સમાં ડ્ર્ગ્સનું પેકિંગ કરતાં
આકાશ અને નાનાવાઘ ડ્રગ્સનો જથ્થો મુંબઈ થી જ્યારે ચરસ અને ગાંજો મધ્યપ્રદેશ અને હિમાચલપ્રદેશથી મંગાવતા હતા. વસ્ત્રાપુરના ફલેટમાંથી સોહિલ અને બસીત એમેઝોનના પેકિંગમાં રમકડા - મોબાઈલ કવરની આડમાં ડ્રગ્સ મુકીને ગ્રાહકોને સપ્લાય કરતા હતા.

ડ્રગ્સ કોણે મોકલાવ્યું તેની તપાસ શરૂ કરાઈ
આ લોકો કોની - કોની પાસેથી ડ્રગ્સ મંગાવતા હતા. તેમજ એક કન્સાઈન્મેન્ટમાં કેટલુ ડ્રગ્સ આવતું હતું અને તેમણે અત્યાર સુધીમાં કેટલુ ડ્રગ્સ વેચ્યુ તે દિશામાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

બે મહિના પહેલા જ ફ્લેટ ભાડે રાખ્યો હતો
ફલેટમાં સર્ચ કરતા તેમાંથી 2 મહિના જૂનો ભાડા કરાર મળ્યો હતો. આકાશ અને નાનાવાઘે 2 મહિના પહેલા ફ્લેટ ભાડે રાખી બે મહિનાથી આ ફલેટમાંથી ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ વસ્ત્રાપુરના ફલેટમાંથી ડ્રગ્સ પેકીંગ કરીને અલગ અલગ સ્થળે સપ્લાય કરતા હતા
આકાશ અને નાનાવાઘ ડ્રગ્સનો જથ્થો મુંબઈ થી જ્યારે ચરસ અને ગાંજો મધ્યપ્રદેશ અને હિમાચલપ્રદેશથી મંગાવતા હતા. ત્યારબાદ તે જથ્થો વસ્ત્રાપુર ખાતેના ફલેટમાં લાવવામાં આવતો હતો. ત્યાંથી સોહિલ અને બસીત એમેઝોનના પેકીંગમાં રમકડા - મોબાઈલ કવર ની આડમાં ડ્રગ્સ મુકીને ગ્રાહકોને સપ્લાય કરતા હતા.

કોણ ડ્રગ્સ સપ્લાય કરતું હતું તેની તપાસ શરૂ કરાઈ
આકાશ અને નાનાવાઘ ડ્રગ્સ મુંબઈ, મધ્યપ્રદેશ અને હિમાચલપ્રદેશથી મંગાવતા હતા. જેથી આ લોકો કોની - કોની પાસેથી ડ્રગ્સ મંગાવતા હતા. તેમજ એક કન્સાઈન્મેન્ટમાં કેટલુ ડ્રગ્સ આવતુ હતુ અને તેમણે અત્યારસુધીમાં કેટલુ ડ્રગ્સ મંગાવીને વેચ્યુ તે દિશામાં એટીએસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.

બાર્બેકયુગ્રીલ મટીરીયલનો ધંધા હેઠળ કારોબાર ચલાવતા હતા
આકાશ અને નાનાવાઘે ડ્રગ્સ સપ્લાય કરવા માટે ખોટી ઈ કોમર્સ વેબ સાઈટ બનાવી હતી. જેમાં તેઓ બાર્બેક્યુગ્રીલ મટીરીયલનો ધંધો કરતા હોવાનું દર્શાવીને રજીસ્ટેશન કરાવ્યુ હતુ. એટીએસની ટીમે તપાસ કરતા આકાશ અને નાનાવાઘે દોઢ વર્ષ પહેલા આ વેબ સાઈટ બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદમાં કારોબાર ચલાવીને રાજકોટ શીફ્ટ થયા હતા
આકાશ અને નાનાવાઘે દોઢ વર્ષ પહેલા ડ્રગ્સનો કારોબાર શરુ કર્યો હતો. શરુઆત તેમણે રાજકોટથી કરી હતી. પરંતુ ત્યારબાદ ફેબ્રુઆરી - માર્ચ 2021 માં તેઓ અમદાવાદ શીફટ થયા હતા. પરંતુ એટીએસ સહિતની એજન્સીઓ ડ્રગ્સ મુદ્દે એકટીવ થઇ જતા તેમણે અમદાવાદમાં ધંધો બંધ કરી દીધો હતો અને પાછા રાજકોટ શીફટ થઇ ગયા હતા.

2 મહિના પહેલા જ મકાન ભાડે રાખ્યુ હોવાનો ભાડા કરાર મળ્યો
એટીએસની ટીમે ફલેટમાં સર્ચ કરતા તેમાંથી 2 મહિના જૂનો ભાડા કરાર મળ્યો હતો. જેમાં આકાશ અને નાનાવાઘે 2 મહિના પહેલા આ મકાન ભાડે રાખ્યુ હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે બીજી બાજુ તપાસ કરતા આ લોકોએ છેલ્લા દોઢ - પોણા બે મહિનાથી આ ફલેટમાંથી ડ્રગ્સનો કારોબાર શરુ કર્યુ હોવાનું જાણવા મળ્યું હતુ.

ઓનલાઈન રજીસ્ટેશન કરાવનાર ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા
આકાશ અને નાનાવાઘની ઉમર 29 વર્ષની છે. જ્યારે તેઓ કાયમી ગ્રાહકોને જ ડ્રગ્સ સપ્લાય કરતા હતા. જેમાંથી મોટા ભાગના 25 થી 35 વર્ષની વયના યુવાનો જ છે. જેમાંથી ઘણા બધા આકાશ અને નાનાવાઘ સાથે નશો કરતા હતા. જ્યારે તે બંનેએ ડ્રગ્સનો ધંધો શરુ કરતા યુવાનોએ તેમની પાસેથી ડ્રગ્સ ખરીદવાનું શરુ કર્યુ હતુ.

સૂત્રધાર સપ્તાહ પહેલા દારૂની પાર્ટી કરતા ઝડપાયો હતો
સૂત્રધાર સપ્તાહ પહેલા દારૂની પાર્ટી કરતા ઝડપાયો હતો

રાજુલામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી ડ્રગ્સનુ શંકાસ્પદ પાર્સલ જપ્ત કરાયું
એટીએસે ઝડપેલા ડ્રગ્સ કૌભાંડનો મુખ્ય સુત્રધાર આકાશ પોતાનુ નેટવર્ક ચલાવવા ખાનગી બસોમા પાર્સલ થકી ડ્રગ્સ મોકલતો હતો. ત્રણેયની પુછપરછમા ગઇકાલે રાજુલામા આવેલી જલારામ ટ્રાવેલ્સમા ડ્રગ્સનુ એક પાર્સલ મોકલ્યુ હોવાનુ ખુલતા એટીએસે આ અંગે અમરેલી એસઓજીને સુચના આપી હતી. જેને પગલે અમરેલી એસઓજીની ટીમ આ ટ્રાવેલ્સની ઓફિસે દોડી ગઇ હતી. જયાં ગઇકાલે કોઇ પાર્સલ લેવા આવ્યું ન હોય તે યથાવત પડયુ હતુ જે કબજે લેવાયુ હતુ. આ પાર્સલમા ગાંજો હોવાની શકયતા જોવાઇ રહી છે. બીજી તરફ મુખ્ય સુત્રધાર આકાશ કનુ વિઝવા રાજુલામા ભેરાઇ રોડ પર સ્વામીનારાયણ મંદિરવાળી શેરીમા રહે છે. પંદર દિવસ પહેલા તે અહીની માધવપાર્ક હોટેલમા હોટેલ માલિક, લાઠીના ડોકટર, ઉનાના શિક્ષક વિગેરે સાથે દારૂની પાર્ટી માણતા ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...