તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશાનું કિરણ:કોરોના મહામારીની સારવાર માટે ઝાયડસ કેડિલાની નવી દવાને ડ્રગ રેગ્યુલેટરની મંજુરી, વિરાફીન દવા 91% અસરકારક

અમદાવાદ17 દિવસ પહેલા
પંકજ પટેલ અને શર્વિલ પટેલ
  • કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા અપાશે તો દર્દીમાં ઝડપથી રિકવરી આવશે
  • વિરાફીન ઇન્જેક્શનના સિંગલ ડોઝથી 7 દિવસમાં 91.15% સંક્રમિત નેગેટિવ આવ્યા, ઓક્સિજનની પણ જરૂર નહીં
  • મે મહિનાના અંત સુધીમાં 50 હજાર વાયલ્સ તૈયાર થઈ જશે, પ્રાથમિક તબક્કે માત્ર ડૉક્ટરોને ઇન્જેક્શન અપાશે

મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે. અને આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-ડીજીસીઆઇ દ્વારા મંજુરી આપવામાં આવી છે.

વિરાફીન દર્દીઓને અનેક સમસ્યાઓમાંથી ઉગારશે
ભારત સરકારના આરોગ્ય મંત્રાલાયનાં આંકડા મુજબ શુક્રવારે રેકોર્ડ બ્રેક 3.32 લાખ નવા કોરાના કેસ ઉમેરાવા સાથે દેશમાં અત્યાર સુધી કુલ કોરોના કેસની સંખ્યા 1.62 કરોડ પહોંચી છે. તેવા સમયે રાહતના સમાચાર એ આવ્યા છે કે કોરોનાની સારવાર માટે વધુ એક દવાને મંજુરી મળી છે્. રાજયની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઇ - ડ્રગ કન્ટ્રોલર જનરલ પાસેથી કોવિડ 19ના સંક્રમણનો ઉપચાર કરવા માટે એન્ટીવાયરલ વિરાફીન દર્દીઓની ઝડપથી રિકવરી માટે મદદ કરશે. તથા તેને સંબંધિત અનેક સમસ્યાઓમાંથી ઉગારશે.

ટ્રાયલના સારા પરિણામ
ઝાયડસ કેડિલા કંપનીએ તેની સંશોધિત નવી દવા વિરાફીન અગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. આ એંટીવાયરલ ડ્રગના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. કંપની એમ પણ જણાવી રહી છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.

ભારતમાં 25 સ્થળો પર આનું ટ્રાયલ કરાયું છે
આ દવા અંગે કેડિલા હેલ્થકેરના મેનેજીંગ ડિરેકટર ડો. શર્વિલ પટેલે જણાવ્યુ હતુ કે, કોવિડ-19 સામેની લડતમાં હાલના સમયમાં યોગ્ય સમયે દવા આવી છે, અમે જે દવા ઓફર કરી રહ્યા છે, તે શરુઆતના સ્ટેજમાં જ પાય તો વાયરલ લોડમાં તે નોંધપાત્ર રીતે ઘટાડે છે. અને રોગ સામે લડવામાં મદદ કરે છે. આ દવા એટલેકે ઇન્જેકશન ડોકટરની સલાહથી દર્દીને અપાશે, જે હોસ્પિટલને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ડ્રગને ભારતમાં 25 જેટલા સ્થળો પર ક્લિનીકલ ટ્રાયલ કરવામાં આવી હતી,જેના સારા પરિણામ મળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો