ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સાયન્સ સીટી ખાતે ડ્રગ ફ્રી ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રવિશંકર મહારાજ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત 5000 કરતા વધુ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રવિશંકર મહારાજે કહ્યું હતું કે, ભારતના ભવિષ્યને ઉજ્જવળ કરવા ડ્રગ ફ્રી ઇન્ડિયા હોવું જરૂરી છે.
વિદ્યાથીઓને ડ્રગના દુષણથી દુર રેહવા આહવાન
રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા ડ્રગ ફ્રી ઇન્ડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રગનાં દૂષણથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગનાં ફાઉન્ડર રવિશંકર મહારાજે જણાવ્યુ હતું કે, દેશમાં તમામ યુવાનોને ડ્રગથી બચાવવા છે અને દેશના ઉજ્વળ ભવિષ્ય માટે ડ્રગ ફ્રી ઇન્ડિયા જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 75% પરિવાર નશા અને વ્યસનનો ભોગ બનેલા છે અને નશાની લતને કારણે 10 લોકો પ્રતિદિન આત્મહત્યા કરે છે. એક નેશનલ સર્વે અનુસાર 98% વ્યક્તિઓ આલ્કોહોલ અને 72% વ્યક્તિઓ નશાકીય દ્રવ્યનું સેવન કરે છે. કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મનાં કલાકારોએ વિદ્યાથીઓને ડ્રગથી દુર રેહવા આહવાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.