તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લડ બેંકો 'ઓક્સિજન' પર:કોરોના કાળમાં બ્લડની ડિમાન્ડ સામે બ્લડ ડોનેશન 70 ટકા જેટલું ઘટ્યું, 18+ના યુવાઓને વેક્સિન લેતા પહેલા બ્લડ ડોનેટ કરવા અપીલ

અમદાવાદ2 મહિનો પહેલા
કોરોના વેક્સિન લેતા પહેલા બ્લ�
  • વેક્સિન લેનાર વ્યક્તિ 28 દિવસ સુધી રક્તદાન ના કરી શકે, આથી વેક્સિન લેતા પહેલા રક્તદાન કરવું જોઈએ.
  • થેલેસેમિયા, કેન્સરગ્રસ્ત દર્દીઓ તથા પ્રેગ્નન્સીવાળી મહિલાઓને બ્લડની જરૂરિયાત પડે છે.

રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ મહામારીમાં સતત કેસ વધી રહ્યા છે હોસ્પિટલ ફૂલ થઈ રહી છે ઓક્સિજન, ઈન્જેકશન અને દવાઓની પણ અછત સર્જાય છે તો ઘણા લોકો એ તેમના સ્વજનો પણ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે બ્લડ બેંકોમાં પણ બ્લડની અછત સર્જાય છે. સામાન્ય દિવસો કરતાં અત્યારની પરિસ્થિતિ લગભગ 70 ટકા જેટલું રક્તદાન ઘટી ગયું છે. સામે દર્દીઓની લોહીની જરૂરિયાત તો વધારે જ છે આ જરૂરિયાતવાળા દર્દીઓને પોતાનું જીવન ટકાવી રાખવા માટે લોહીની ખૂબ જ આવશક્તા રહેતી હોય છે.

બ્લડ બેંકોએ રક્તદાન માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું
જેમાં થેલેસેમિયાના દર્દીઓ, સગર્ભા મહિલા અને કેન્સર ગ્રસ્ત દર્દીઓ તમામને અવિરત પણે લોહીની આવશક્તા રહેતી હોય છે. આને પહોંચી વળવા માટે શહેરની તમામ બ્લડ બેંકો લોકો રક્તદાન કરે તે માટે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. સાથે હવે 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે આ વેક્સિન લીધાના 28 દિવસ પહેલા કોઈ વ્યક્તિ રક્તદાન ન કરી શકે. માટે હવે આવનારા દિવસોમાં લોહી પણ આવા જરૂરિયાત વાળા દર્દીઓને કેમનું મળશે એ પણ એક પ્રશ્ન છે. રક્તદાન કરનાર મોટાભાગનો વર્ગ 18 થી 45 વર્ષની વયનો છે. એટલે હવે આ તમામ લોકો વેક્સિન લેતા પહેલા રક્તદાન કરે તો જરૂરિયાત વાળા દર્દીઓ લોહી મળી રહે અને તેઓ તેમનું જીવન જીવી શકે.

બ્લડ ડોનેટ કરનારા મોટાભાગનો વર્ગ 18થી 45 વર્ષની વચ્ચેનો છે.
બ્લડ ડોનેટ કરનારા મોટાભાગનો વર્ગ 18થી 45 વર્ષની વચ્ચેનો છે.

વેક્સિન લીધાના 28 દિવસ સુધી રક્તદાન ન કરી શકાય
અમદાવાદની પ્રથમા બ્લડ બેન્કના મેડિકલ ડિરેક્ટર ડો.રૂપલ શાહએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે હવે રક્તદાન પર પણ માઠી અસર પડી છે. જેમાં સામન્ય દિવસોમાં જે રક્તદાન થતું હતું હાલ તેમાં 70 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. તમામ બ્લડ બેંકોમાં બ્લડની ડિમાન્ડ સામે રક્તદાન ઓછું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે એટલે તે લોકો વેક્સિન લીધા પછી 28 દિવસ સુધી બ્લડ ડોનેટ ન કરી શકે. એટલે આવનારા દિવસોમાં પણ પરિસ્થિતિ વધુ કઠોડ બનવા જઈ રહી છે. આ રક્તદાન એટલે જરૂરી છે કે થેલેસીમિયાના દર્દીઓને દર 15 દિવસે રક્ત આપવું પડે છે જેથી તેઓ જીવન જીવી શકે. તેમને રક્ત ન મળે તો તેઓને જીવનું જોખમ પણ છે. માટે તેઓની જરૂરિયાત ઘણી છે.

એક વ્યક્તિ રક્તદાનથી 2 લોકોના જીવ બચાવી શકે
તેઓ વધુમાં કહે છે કે, સાથે સગર્ભા મહિલાઓને પણ પ્રસુતિ દરમિયાન બ્લડ લોસ થાય છે તેઓને પણ રક્તની જરૂરિયાત હોય છે જેથી તેઓ પણ બ્લડ બેંકમાં આવે છે તેઓને પણ તાત્કાલિક અમારે બ્લડ ઉપલબ્ધ કરાવું પડે છે.અને કેન્સરગ્રસ્ત દર્દીઓને પણ અવિરત પણ રક્ત ની જરૂરિયાત હોય છે આને પહોંચી વળવા માટે એક જ માત્ર ઉપાય છે. મારી તમામ બ્લડ બેન્ક તરફથી અપીલ છે કે વેક્સિન લેતા પહેલા જરૂરથી રક્તદાન કરો એક વ્યક્તિ રક્તદાન કરે તો તે 2 વ્યક્તિના જીવ બચાવી શકે છે.અમે પણ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે 2 વ્યક્તિને પણ બ્લડ ડોનેટ કરવું હોય તો અમે તેઓ ના ત્યાં જઈને બ્લડ કલેક્ટ કરવાનું શરૂ કરી રહ્યા છીએ.

બે વ્યક્તિના રક્તદાન માટે પણ બ્લડ બેંક વાહન મોકલે છે
ડો. રૂપલ શાહ આગળ જણાવે છે કે, આ વેક્સિનેશન પણ લોકો માટે ખૂબ જ આવશ્યક છે હાલની પરિસ્થિતિ તમામ લોકોએ વેક્સિન લેવી જોઈએ. અમારી માત્ર એટલી અપીલ છે કે વેક્સિન લેતા પહેલા શક્ય હોય તો રકતદાન અચૂક કરો.અમારી લેબ અને બ્લડ પીકઅપ વાનમાં કોવિડ -19 ની ગાઈડલાઈન મુજબ તમામ વ્યવસ્થા હોય છે જેથી રક્તદાતા ને પણ કોઈ તકલીફ ન પડે.