AAPના વધુ 10 ઉમેદવાર જાહેર:થરાદમાં શંકર ચૌધરી સામે વિરચંદ્ર ચાવડાને ઉતાર્યા, કરજણમાં પ્રદીપ મિશ્રાને ટિકિટ આપી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું. આજે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની 14 મી યાદી જાહેર કરી છે. થરાદ વિધાનસભા પરથી વીરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિધાનસભા પરથી વિશાલ ત્યાગી, જામજોધપુર વિધાનસભામાંથી હેમંત ખવા, તાલાલા વિધાનસભા પરથી દેવેન્દ્ર સોલંકી, ઉના વિધાનસભામાંથી સેજલબેન ખુંટ, ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાંથી ખુમાનસિંહ ગોહિલ, ખંભાત વિધાનસભા પરથી અરુણ ગોહિલ, કરજણ વિધાનસભામાંથી પરેશ પટેલ, જલાલપોર વિધાનસભામાંથી પ્રદીપ કુમાર મિશ્રા, ઉમરગામ વિધાનસભામાંથી અશોકભાઈ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

આમ આદમી પાર્ટીએ આ યાદીમાં જાહેર થયેલા તમામ વિધાનસભા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આશા છે કે તેઓ વિધાનસભા ચૂંટણી જીતીને જન સેવાના કાર્યમાં વધુ સારી રીતે યોગદાન આપી શકે. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે દરેક વિધાનસભના ઉમેદવારો જનતા સુધી પહોંચશે અને તેમની સમસ્યા દૂર કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરશે.

ઉમેદવાર જનતા સુધી પહોંચી શકે અને જનતા પણ પોતાના ક્ષેત્રના ઉમેદવારને સારી રીતે સમજી શકે. તે માટે પહેલા જ ઉમેદવાર જાહેર કર્યા છે. વિધાનસભા ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે જ આમ આદમી પાર્ટી, હમણાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીનો CM ચહેરો પણ ઈસુદાન ગઢવીને જાહેર કરી ચૂકી છે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની આ નવી રાજનીતિથી પ્રભાવિત થઈ રહી છે. ગુજરાતની ત્રસ્ત થયેલી જનતા હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને એક નવી આશાની કિરણ રૂપે જોવે છે.

અન્ય સમાચારો પણ છે...